Vastu Shastra: દીવો પ્રગટાવ્યા વગર કોઈ પૂજા સફળ નથી મનાતી અને તેનું ફળ પણ નથી મળતું. શાસ્ત્રોમાં દીવો પ્રગટાવવાના અનેક ફાયદાઓ મળે છે. ઘરના મંદિરમાં દરરોજ દીવો પ્રગટાવવાથી પોઝિટિવ એનર્જી આવે છે. સાથે જ નેગેટિવ એનર્જી પણ દૂર થાય છે. પરંતુ શું તમે જાણો કે, ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવો શુભ મનાઈ છે કે તેલનો દીવો. આજે અમે તમને આ વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘીનો દિવો પ્રગટાવવાના ફાયદાઃ
ઘર હોય કે મંદિર દીવાની જ્યોત વિના પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. દીવાથી ભગવાન પ્રસન્ન થાય છે. જો આ દીવો ઘીનો બનેલો હોય તો તે ભગવાનને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘીનો દીવો ઘરમાં કે મંદિરમાં પ્રગટાવીને દેવી-દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. તેની સાથે જ ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે અને સુખ-શાંતિનો વાસ રહે છે. તેનાથી ઘરની વાસ્તુ દોષો પણ દૂર થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર રહે છે.


આ પણ વાંચો: ભારતનું હૃદય આ છે રાજ્ય: ઉનાળું વેકેશનમાં આ 9 ધોધની મુલાકાત લેશો તો વળશે ટાઢક
​આ પણ વાંચો: સૂર્યાસ્તના સમયે ન કરો આ કામઃ મા લક્ષ્મી થઈ જાય છે નારાજ, ક્યારેય નહી બનો અમીર
​આ પણ વાંચો: કરીના કપૂર અને મલાઈકાએ ખોલ્યું બેડરૂમનું સિક્રેટ, કહ્યું- આ રીતે બેડમાં આવે છે મજા..


તેલનો દીવો પૂર્ણ કરે છે મનોકામનાઃ
જો તમે તમારી મનોકામના પૂર્ણ કરવા માગો છો તો સરસોના તેલનો દીવો ભગવાનની સામે પ્રગટાવો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેનાથી જાતકની ઈચ્છા પૂરી થઈ શકે છે. તે સિવાય શનિવારે મંદિર અથવા પીપળાના વૃક્ષે તેલનો દીવો પ્રગટાવવાથી શનિ દેવની પીડાથી મુક્તિ મળે છે. ધ્યાન રાખો કે, ખંડિત દીવો શુભ માનવામાં નથી આવતો. 


આ પણ વાંચો: મોકો ચૂકતા નહી!! 20 હજાર રૂપિયાનો Realme નો 5G સ્માર્ટ ફોન માત્ર 649 રૂપિયામાં
આ પણ વાંચો: ઈન્ટ્રાડે ટ્રેડિંગ કરતી વખતે આ બાબતોને અવગણશો નહીં, થઈ શકે છે મોટુ નુકસાન
આ પણ વાંચો: કેપ્ટન મોદી...ક્રિકેટના અંદાજમાં એસ જયશંકરે કહ્યું કેવી કામ કરે છે સરકાર


દીપ પ્રગટાવતા સમયે રાખો દિશાનું ધ્યાનઃ
ઘીનો દીવો અથવા તો તેલનો દીવો પ્રગટાવતા સમયે હંમેશા દિશાનું ધ્યાન રાખો. ભૂલથી પણ દીવો ખોટી દીશામાં પ્રગટાવવાથી નુકસાન થઈ શકે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે, ખોટી દીશામાં દીવો રાખવાથી નુકસાન વેઠવાનો વારો આવે છે. આર્થિક નુકસાનની સાથે તમારે માનસિક સમસ્યાઓમાંથી પણ પસાર થવું પડી શકે છે. જ્યારે પણ દીવો પ્રગટાવો તો તેને પશ્ચિમ દિશામાં જ રાખો. આવું કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવી શકે છે.


(નોંધઃ અહીં આપેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ નથી કરતું)


આ પણ વાંચો: અહીં છે Bhool Bhulaiyaa મંજૂલિકાવાળો મહેલ, 300 વર્ષ જૂની આ હવેલી જાણો રહસ્ય!
આ પણ વાંચો:
 નિવૃતિ પછી કેવી રીતે 18,857 રૂપિયાનું પેન્શન મળશે, જાણો એક ક્લિક પર
આ પણ વાંચો:
 સાસરીયાઓએ સોનાની ઇંટો વડે નવવધૂને તોલી, જોતા જ રહી ગયા મહેમાનો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube