Vastu Tips: ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ જોઈતી હોય તો દરવાજા લગાવો આ વસ્તુઓ, ક્યારેય નહીં થાય રૂપિયાની તંગી
Vastu Tips: જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય અથવા પરિવારની સુખ-શાંતિમાં હંમેશા ખલેલ પહોંચતી હોય તો તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પર વાસ્તુ અનુસાર આ વસ્તુઓ લગાવી શકો છો. આ વસ્તુઓ લગાવવાથી તમને શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.
Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સુખ-સમૃદ્ધિ વધારવા માટે કેટલાક ઉપાયો કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે વાસ્તુશાસ્ત્રના આ ઉપાયોને અમલમાં મુકવાથી પરિવારના સભ્યોને કારર્કિદીમાં પ્રગતિ મળે છે અને પરિવારના સભ્યો વચ્ચે સુખ-શાંતિ રહે છે. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય અથવા પરિવારની સુખ-શાંતિમાં હંમેશા ખલેલ પહોંચતી હોય તો તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પર વાસ્તુ અનુસાર આ વસ્તુઓ લગાવી શકો છો. આ વસ્તુઓ લગાવવાથી તમને શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.
આ પણ વાંચો:
50 વર્ષ બાદ સર્જાયો વિપરીત રાજયોગ, આ 4 રાશિના લોકોનું ચમકી જશે ભાગ્ય, અચાનક મળશે ધન
13 દિવસ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે મંગળ, થશે મોટી ઊથલપાથલ, જાણો તમારું રાશિફળ
Guru Chandal Yog 2023: બસ 3 દિવસ... 21 જૂનથી બદલી જાશે આ રાશિઓના દિવસ, ધનના થશે ઢગલા
મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ
વાસ્તુ અનુસાર જો તમે મુખ્ય દરવાજાની અંદર અને બહાર ગણેશજીની બે મૂર્તિઓ એવી રીતે રાખો છો કે બંને મૂર્તિઓની પીઠ એકબીજા સાથે જોડાયેલી હોય. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પરિવારના તમામ અવરોધો, દુ:ખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે.
ઘરની બહાર તોરણ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર તોરણ સ્થાપિત કરવું શુભ માનવામાં આવે છે. તોરણ હંમેશા આંબા, પીપળ અથવા અશોકના પાનથી બનાવવું જોઈએ. આ કારણે તમારા ઘરમાં ખરાબ શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહે છે. તમે કોઈપણ તહેવાર કે શુભ દિવસે તોરણ સ્થાપિત કરી શકો છો.
માતા લક્ષ્મીના પગલાં
એવું માનવામાં આવે છે કે જો તમે ઘરની અંદર આવવા તરફ મા લક્ષ્મીના પગના ચિહ્નો મુકો છો તો તેનાથી પણ તમને શુભફળ મળે છે. માતા લક્ષ્મીના ચરણોને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. આ સાથે જો તમે સાંજે લોટની રંગોળી બનાવો છો તો તે પણ તમારા માટે શુભ ફળ આપે છે.
લીંબુ અને મરચાં
જો તમારા ઘરમાં વારંવાર શાંતિમાં ખલેલ પડતી હોય અથવા કોઈ કામમાં કોઈ અડચણ આવતી હોય તો શનિવારે ઘરની બહાર કાળા કપડાના ટુકડા સાથે લીંબુ અને મરચાં મૂકી દો, તેનાથી તમારા ઘરમાંથી ખરાબ નજર દૂર થઈ જશે અને કામ થઈ જશે.
ઘોડાની નાળ
ઘોડાની નાળ ઘરની બહાર મૂકવાથી સારું પરિણામ મળે છે. ઘોડાની નાળ લગાવતા પહેલાં તેને એક રાત પહેલા સરસવના તેલમાં પલાળી રાખો પછી તમે તેને શનિવારે ઘરની બહાર લગાવી શકો છો. તેનાથી તમારા ઘરની બધી સમસ્યાઓ દૂર થઈ જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)