Vastu Tips: ઘરના ઝઘડા અને કલેશ દૂર કરવા હોય તો અપનાવો આ વાસ્તુ ઉપાય
Vastu Tips: ઘરમાં પોઝિટિવ એનર્જી વધે તો સુખ સમૃદ્ધિ પણ વધે છે. સાથે જ ઘરમાં થતા ઝઘડા અને કલેશ પણ દૂર થઈ જાય છે. ઘરમાં પોઝિટિવ એનર્જી વધારવી હોય અને સુખ-સમૃદ્ધિ વધારવી હોય તો આ વસ્તુ ઉપાય અપનાવવા જોઈએ.
Vastu Tips: ઘરમાં નકારાત્મક ઊર્જા સકારાત્મક ઉર્જા કરતા વધી જાય તો પરિવારના સભ્યો વચ્ચે લડાઈ ઝઘડા થાય છે, પરિવારની આર્થિક સમસ્યાઓ વધે છે, ઘરમાં રહેતા લોકોની સ્વાસ્થ્ય સમસ્યાઓ વધે છે. નેગેટિવ એનર્જીના કારણે ઘરની શાંતિ ઘટી જાય છે. ઘણી વખત વાસ્તુદોષના કારણે પણ પરિવારમાં સમસ્યાઓ રહેતી હોય છે. વાસ્તુદોષના કારણે જો પોઝિટિવ એનર્જી ઘટી ગઈ હોય તો તેને વધારવા માટે કેટલાક ઉપાય કરી શકાય છે.
આ પણ વાંચો: શનિ માર્ગી થશે અને તુલા સહિત 5 રાશિના લોકોની લાગશે લોટરી, 2 મહિના સુધી થશે બમ્પર લાભ
ઘરમાં પોઝિટિવ એનર્જી વધે તો સુખ સમૃદ્ધિ પણ વધે છે. સાથે જ ઘરમાં થતા ઝઘડા અને કલેશ પણ દૂર થઈ જાય છે. ઘરમાં પોઝિટિવ એનર્જી વધારવી હોય અને સુખ-સમૃદ્ધિ વધારવી હોય તો આ વસ્તુ ઉપાય અપનાવવા જોઈએ.
ઘરમાં સુખ સમૃદ્ધિ વધારતા વાસ્તુ ઉપાય
આ પણ વાંચો: નવેમ્બરમાં 3 ગ્રહો થશે વક્રી, આ 5 રાશિઓનું ભાગ્ય ખુલશે, આકસ્મિક આર્થિક લાભ થશે
1. રોજ સવારે સૂર્યોદય થાય ત્યારે સૂર્યને જળ અર્પણ કરો. ધર્મ ગ્રંથો અનુસાર સૂર્યની શુભદ્રષ્ટિ કારકિર્દીમાં સફળતા અપાવે છે અને પદ-પ્રતિષ્ઠા વધારે છે. આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યા પણ દૂર થાય છે.
2. ઘરમાં રોજ સવારે પૂજા કરીને ઘીનો દીવો કરવો જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. સાથે જ પરિવારની સમસ્યાઓ દૂર થવા લાગે છે.
આ પણ વાંચો: 12 વર્ષ પછી ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે, વર્ષ 2025 માં આ રાશિઓની કિસ્મત પલટી મારશ
3. ઘરમાં રોજ સવારે તુલસીને જળ અર્પણ કરી પૂજા કરવી. અને સાંજના સમયે તુલસી પાસે પણ ઘીનો દીવો કરવો. તુલસી માતા લક્ષ્મીનો રૂપ માનવામાં આવે છે. તેની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે.
4. આર્થિક સમસ્યાઓ દૂર થાય અને ઘરમાં સમૃદ્ધિ વધે તે માટે શુક્રવારનું વ્રત કરવું જોઈએ અને લક્ષ્મીજીની પૂજા કરી શ્રી સુક્તમનો પાઠ કરવો જોઈએ.
આ પણ વાંચો:મેષ રાશિના જાતકો માટે કેટલું શુભ છે નવું વર્ષ ? જાણવા વાંચો વાર્ષિક રાશિફળ
5. ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય અને પરિવારમાં ખુશીઓ વધે તે માટે ઘરને સ્વચ્છ રાખવું. ઘરમાં કચરો એકઠો કરવો નહીં અને નિયમિત સવારે સાફ-સફાઈ કરવી.
6. ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર કરવા માટે પોતુ કરવાના પાણીમાં મીઠું ઉમેરી દેવું. આમ કરવાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)