Vastu shastra kitchen: વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરના દરેક ભાગને નિયમો અનુસાર બનાવવો ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં ઘરમાં વસ્તુઓને યોગ્ય જગ્યાએ ગોઠવવી પણ ખૂબ જ જરૂરી છે. બાકી ખોટી જગ્યાએ મુકેલી વસ્તુઓ ઘરના લોકોને ઘણી પરેશાની આપે છે. ઘરમાં ગરીબી, ઝઘડા અને અણબનાવ પણ વધે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ ખુબ જ નકારાત્મક સાબિત થાય છે. માટે રસોડામાં આ વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારેય ન રાખશો રસોડામાં આ વસ્તુઓ


બાંધેલો લોટ - વાસ્તુશાસ્ત્ર અનુસાર આખી રાત બાંધેલા લોટને ફ્રીજમાં ન રાખવું જોઈએ. આમ કરવાથી ઘરમાં નેગેટિવ એનર્જી રહે છે. બીજી તરફ વાસી લોટનો ઉપયોગ કરવાથી પણ કેન્સર જેવી બીમારીઓ થાય છે.


દવાઓ- રસોડામાં દવાઓ રાખવી પણ ખૂબ જ અશુભ ગણાય છે. કહેવાય છે કે રસોડામાં દવાઓ રાખવાથી વ્યક્તિ ખોરાકની જેમ દવાઓ ખાવા લાગે છે. એક પછી એક અનેક રોગો તેને ઘેરી વળે છે. ખાસ કરીને ઘરના વડીલને સૌથી ખરાબ અસર થાય છે.


આ પણ વાંચો:
BIG BREAKING : ગુજરાત સરકારે આપી મોટી રાહત, આ તારીખ પહેલાં નહીં થાય નવી જંત્રીનો અમલ
બલ્લે બલ્લે... દેશના TOP-10 શિક્ષિત શહેરોમાં ગુજરાતના 2 શહેરો સામેલ, એડમિશન મળ્યુ તો


વાસણો - તૂટેલા વાસણો ક્યારેય રસોડામાં ન રાખવા જોઈએ. તૂટેલા વાસણો ઘરમાં ગરીબી લાવે છે. કહેવાય છે તૂટેલા વાસણ રાખવાથી ઘરમાં ઝઘડા અને તકરાર પણ ખુબ વધી જાય છે.  


મંદિર - રસોડામાં ક્યારેય મંદિર ન હોવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પણ ખૂબ જ અશુભ છે. ઘણી વખત રસોડામાં લસણ-ડુંગળી વગેરે જેવો તામસિક ખોરાક બનાવવામાં આવે છે, જેના કારણે રસોડામાં ભગવાનની મૂર્તિ કે ચિત્ર રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે. 


આ પણ વાંચો:
દિવ્યાંગ દંપતીનો અનોખો સેવાયજ્ઞ : અનેક દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવ્યા
બરાબર 5 દિવસ બાદ મિથુન સહિત આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે, ધનના થશે ઢગલા!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. zee24kalak તેની પુષ્ટિ કરતું નથી.)