Vastu Tips: જીવનમાં સુખી અને સમૃદ્ધ થવા માટે માત્ર મહેનત કરવી પૂરતી નથી. તેના માટે ભાગ્યનો સાથ મળે તે પણ જરૂરી છે. વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે જેને અપનાવીને તમે જીવન ખુશહાલ બનાવી શકો છો. તેમાંથી જ એક ઉપાય છે માચીસનો. દરેક ઘરના રસોડામાં અને મંદિરમાં માચીસ જોવા મળે છે. આ બંને જગ્યાએ રોજ માચીસનો ઉપયોગ થાય છે. પરંતુ વાસ્તુ અનુસાર ઘરના મંદિરમાં દીવો કર્યા પછી માચીસ રાખી મૂકવી નુકસાનકારક સાબિત થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Shukra Gochar 2023: 7 જુલાઈ સુધીનો સમય આ રાશિઓ માટે છે ગોલ્ડન પિરિયડ, અચાનક થશે લાભ


Panchak: આજથી પંચક શરુ, 5 દિવસ દરમિયાન ન કરવા આ કામ, કરવાથી મળે છે અશુભ પરિણામ


Shukrawar Upay: શુક્રવારે કરેલા આ કામથી થાય છે ભાગ્યોદય, વર્ષોની દરિદ્રતા થાય છે દુર


વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં માચીસ રાખવું જોઈએ નહીં. આમ કરવાથી દોષ લાગે છે અને વ્યક્તિને દુષ્પરિણામ ભોગવવા પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું મંદિર ખૂબ જ પવિત્ર સ્થળ હોય છે. જ્યાં વ્યક્તિને શાંતિની અનુભૂતિ થાય છે. આવી જગ્યામાં જ્વલનશીલ વસ્તુ રાખવી જોઈએ નહીં. જાણતા કે અજાણતા આ ભૂલ કરનારને તેનું નુકસાન ભોગવવું જ પડે છે. 


જ્યોતિષવિદો અનુસાર મંદિરમાં માચીસ રાખવાથી નકારાત્મક શક્તિ આકર્ષિત થાય છે. આ અશુભ શક્તિઓ બનતા કામને પણ બગાડે છે. તેનાથી કાર્યોમાં બાધા ઊભી થાય છે અને ધનહાનિ પણ થાય છે. 


વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં માચીસ રાખવું હોય તો તેને કોઈ બંધ જગ્યા કે કબાટમાં મૂકી દેવું જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને સુખ સમૃદ્ધિ વધે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)