Vastu Tips: સૂર્યને ગ્રહોના રાજા કહેવાય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય મજબૂત હોય તો તે જીવનમાં પ્રગતિ કરે છે. આવી વ્યક્તિની સફળતાને કોઈ અટકાવી શકતું નથી. આવા લોકોને દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે છે. જો કુંડળીમાં સૂર્યગ્રહ મજબૂત સ્થિતિમાં હોય તો જ વ્યક્તિ ધનવાન બની શકે છે અને સમાજમાં તેનું માન સન્માન વધે છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: તુરંત પુરા થશે અટકેલા કાર્ય, રાતોરાત થશે ધન લાભ, બસ મંગળવારે કરો આ સરળ કામ


જોકે દરેક વ્યક્તિની કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોતો નથી. જેના કારણે તેમને સફળ થવામાં પણ સમય લાગે છે. આવી સ્થિતિને સુધારવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાય કરવાથી સૂર્ય પ્રબળ થાય છે અને સાથે જ ભાગ્ય પણ ચમકી જાય છે. જો કુંડળીમાં સૂર્ય નબળો હોય અને સફળતા મળવામાં સમસ્યા થતી હોય તો ઘર અથવા તો ઓફિસમાં સૂર્ય યંત્ર રાખવું જોઈએ. સૂર્ય યંત્ર વ્યક્તિના જીવન પર સકારાત્મક પ્રભાવ પાડે છે. 


આ પણ વાંચો: Kitchen Vastu: રસોડાના આ વાસ્તુ દોષ બને છે સંકટનું કારણ, જાણી લો દોષ દુર કરવાના ઉપાય


સૂર્ય યંત્રથી લાભ


વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્ય યંત્રના દર્શન કરવાથી પણ લાભ નિશ્ચિત માનવામાં આવે છે. સૂર્ય યંત્રને ઘરમાં એટલા માટે જ સ્થાપિત કરવામાં આવે છે કે તે સૂર્ય ગ્રહની શુદ્ધતા વધારે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય અશુભ સ્થિતિમાં હોય તો તેણે રોજ સૂર્ય યંત્રની પૂજા કરવી જોઈએ. 


સૂર્ય યંત્રનો પ્રભાવ 


જો કોઈ વ્યક્તિ પોતાના ભાગ્યને સુધારવા માંગે છે તો તેણે સૂર્ય યંત્રનો ઉપયોગ કરવો જોઈએ. જે લોકો મહેનત કરે પરંતુ તેને ફળ મળતું ન હોય તેઓ પણ ઘરમાં સૂર્ય યંત્રને સ્થાપિત કરી પૂજા કરે તો ભાગ્યનો સાથ મળવા લાગે છે. 


આ પણ વાંચો: સપનામાં ઘોડાનું દેખાવું ખાસ સંકેત, જાણો સ્વપ્નશાસ્ત્ર અનુસાર શું થાય આ સપનાનો અર્થ


નોકરીમાં પ્રગતિ 


ઘણા લોકો એવા હોય છે જે દિવસ મહેનત કરે તો પણ વર્ષો સુધી નોકરીમાં પ્રગતિ કરી શકતા નથી. આવી સ્થિતિ હોય તો ઓફિસમાં પોતાના ટેબલની ઉપર સૂર્ય યંત્ર રાખવું જોઈએ. રોજ સવારે ઓફિસ જઈ તેની પૂજા કરીને જ કામની શરૂઆત કરો. તેનાથી સફળતા મળવા લાગશે. 


આ પણ વાંચો: Weekly Horoscope: 3 જૂન થી 9 જૂન સુધીના દિવસો કઈ કઈ રાશિ માટે લાભકારી જાણો


વેપારમાં નફો 


જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હોય તો ઓફિસ કે વર્ક પ્લેસ પર સૂર્ય યંત્ર સ્થાપિત કરીને કામ શરૂ કરો. ત્યાર પછી રોજ સૂર્ય યંત્રની પૂજા કરો. તેનાથી બિઝનેસ સફળ થશે અને નફો પણ મળશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)