Vastu Tips: લક્ષ્મીજીને અતિપ્રિય છે આ વસ્તુઓ, ઘરમાં લાવશો તો થશે ધનવર્ષા
વાસ્તુ શાસ્ત્રના અનુસાર નવા વર્ષે ઘરે ધાતુથી બનેલા હાથીની મૂર્તિ ઘરે લાવી શકો છો. માન્યતા છે કે તેને ઘરમાં રાખવાથી વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. સાથે જ બિઝનેસમાં વધારો થાય છે.
Vastu Tips: દરેક વ્યક્તિ ઇચ્છે છે કે એમનું ઘર ખુશીઓથી ભરાઈ જાય. આ માટે જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે. વાસ્તુમાં જણાવવામાં આવ્યું છે કે ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવાથી માતા લક્ષ્મીની કૃપા આખુ વર્ષ બની રહે છે. આવો જાણીએ એવી કેટલીક વસ્તુઓ વિશે. ઘરમાં નાના ઉપાય વ્યક્તિના જીવનમાં ખુશીઓની બહાર લાવી શકે છે. જો આ વર્ષ તમારા માટે તણાવ ભર્યું અથવા મુશ્કેલ રહ્યું છે. તો વાસ્તુના અનુસાર કંઇક આ પ્રકારે ઉપાયો કરવા જોઇએ. ઘરમાં કેટલીક વસ્તુઓને રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલીનું વાતાવરણ રહે છે. આવો જાણીએ ઘરે કઇ વસ્તુઓ લાવવી શુભ ગણવામાં આવે છે.
ધાતુથી બનેલો હાથી-
વાસ્તુ શાસ્ત્રના અનુસાર નવા વર્ષે ઘરે ધાતુથી બનેલા હાથીની મૂર્તિ ઘરે લાવી શકો છો. માન્યતા છે કે તેને ઘરમાં રાખવાથી વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. સાથે જ બિઝનેસમાં વધારો થાય છે. તેને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એટલું જ નહી, આ વર્ષે ધાતુથી બનેલા નક્કર હાથીની ખરીદી પહેલાં જ કરો. અને નવા વર્ષને મંગલમય બનાવો.
ઘરે લઇ આવો મોરપીંછ-
જ્યોતિષ શાસ્ત્રમાં મોરપીંછનું વિશેષ મહત્વ છે. એવામાં નવા વર્ષે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરે મોરપીંછ લઇ આવો. માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણને મોરપીંછ એકદમ પ્રિય છે. તેને ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ જળવાઇ રહે છે અને વ્યક્તિને ધન હાનિ થતી નથી. કહેવામાં આવે છે કે ઘરમાં મોરપીંછ રાખવાથી ઘરમાં અદભૂત અને ચમત્કારી પ્રભાવ જોવા મળે છે. એટલા માટે નવા વર્ષે 2023ની શરૂઆત થતાં પહેલાં જ મોરપીંછ લઇ આવો. તેનાથી વ્યક્તિની બંધ કિસ્મતના દરવાજા ખુલી જાય છે.
ધાતુનો કાચબો-
વાસ્તુમાં કાચબાના ઘણા ચમત્કારી ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રના અનુસાર ધાતુના કાચબાને ઘરમાં રાખવો એકદમ શુભ ગણવામાં આવે છે. એટલા માટે 2023 ની શરૂઆત થતાં જ ઘરમાં ધાતુનો કાચબો લઇ આવો. તમને જણાવી દઇએ કે વાસ્તુમાં તેનાથી સુખ સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે કે ઘરમાં રાખવાથી ખરાબ શક્તિઓ પીછો છોડી દે છે અને ઘરમાં પોઝિટિવ એનર્જીનો વાસ થાય છે. વાસ્તુ શાસ્ત્રના અનુસાર પીતળ, કાંસા અને ચાંદીથી બનેલા કાચબાને ઘરે લાવી શકો છો.