નવી દિલ્લીઃ વાસ્તુશાસ્ત્રમાં સુખ સમૃદ્ધિ, ધન-ધાન્ય વધારવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરમાં સરકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવાથી વ્યક્તિના ભાગ્ય પર સારી અસર પડે છે. બીજી તરફ ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે હોવાથી કોઈના પણ જીવનમાં ખરાબ અસર પડે છે. પોઝિટિવ એનર્જી જીવનમાં શાંતિ અને સફળતા આપવામાં મદદરૂપ થાય છે. ત્યારે જરૂરી છે કે, વાસ્તુના નાના નાના નિયમોનું પાલન કરવું જીવનમાં દરેક સમસ્યાઓને દૂર રાખે છે. જાણો વાસ્તુના કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુખ-શાંતિ માટે આ નિયમોનું કરો પાલનઃ
સવારના સમયે ઘરની બારીઓને ખોલી દેવી જોઈએ. તેનાથી શુદ્ધ હવાની સાથે સૂર્ય પ્રકાશ અંદર આવે છે. જેનાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે, ઘરની બારીઓ અને દરવાજામાં કોઈ અવાજ ન આવવો જોઈએ.


  • પૂજા કરતા સમયે જમીન પર આસન પાથરીને બેસો. કેમ કે, એવું માનવામાં આવે છે કે, એવું કરવાથી તમારી પૂજાનું ફળ ઈન્દ્ર દેવ લઈ જાય છે.

  • ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવા માટે દરરોજ સવારના સમયે કપૂર જલાવો અને આખા ઘરમાં ફેરવો. એવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.

  • રોજ પૂજા કરતા સમયે ઘરના ઈશાન કોણમાં એક લોટો પાણી ભરીને રાખો. આ શુભ માનવામાં આવે છે.

  • ઘરમાં દરેક જગ્યાએ બુટ-ચપ્પલ ન રાખો. આ સાથે જ કોઈ પણ જગ્યાએ ઉંધા પડેલા બુટ-ચપ્પલને સીધા કરી નાખો. કેમ કે, તેનાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.

  • દરરોજ ઘરના પ્રવેશદ્વાર પર બંને બાજુ રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે. જો તમે રંગોળી નથી બનાવી શકતા તો માત્ર સાખિયો બનાવી નાખો. એવું કરવાથી મા લક્ષ્મી હંમેશા ઘરમાં રહે છે. 

  • દરરોજ ઘરની સાફ સફાઈ કરવી જરૂરી છે. આ સાથે સપ્તાહમાં હે વાર પોતાના પાણીમાં થોડું મીઠું નાખીને મારવું જોઈએ.


(નોંધ- આ લેખમાં આપેલી જાણકારી ધર્મગ્રંથો, માન્યતાઓ પર આધારિત છે ZEE 24 કલાક આનું પુષ્ટિ નથી કરતું)