Vastu Tips Counting Money: હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનના દેવી કહેવાય છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો દિવસ રાત મહેનત કરે છે. પરંતુ માતા લક્ષ્મી એવા સ્થાન પર જ નિવાસ કરે છે જ્યાં સાફ-સફાઈ હોય. ઘણી વખત એવી ભૂલ પણ થઈ જતી હોય છે જેના કારણે માતા લક્ષ્મી નારાજ થાય. આવી જ એક ભૂલ મોટાભાગના લોકો પૈસા ગણતી વખતે કરે છે. આ ભૂલ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને જીવનમાં પૈસાની ખામી સર્જાય છે. આજે તમને જણાવીએ એવી કઈ ભૂલ છે જેને પૈસા ગણતી વખતે કરવી જોઈએ નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


અહીં હવામાન વિભાગ નહીં મંદિર કરે છે વરસાદની આગાહી, મંદિર જણાવે છે કેવું રહેશે ચોમાસુ


આજે નિર્જળા એકાદશી, 2 શુભ યોગમાં કરો આ દુર્લભ મંત્રનો જાપ, ભગવાન વિષ્ણુ થશે પ્રસન્ન


1 વર્ષ પછી સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ, 32 દિવસ સુધી આ 4 રાશિ પર થશે ધન વર્ષા


પૈસા ગણતી વખતે થતી ભૂલ


1. મોટાભાગના લોકો નોટગણતી વખતે આંગળીને થૂંકવાળી કરે છે. આમ કરવું જોઈએ નહીં. હાથને થૂંક વાળો કરીને નોટ ગણવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં આર્થિક તંગી રહે છે. 


2. પૈસાને ક્યારેય પલંગની પાસે કે તકિયાની નીચે રાખવા જોઈએ નહીં. આ સિવાય પર્સ પણ હંમેશા સાત સુધરી જગ્યાએ રાખવું જોઈએ. પર્સને પણ તકિયા નીચે કે બેડ ઉપર રાખવાથી આર્થિક તંગી વધે છે.


3. પર્સમાં પૈસા રાખતી વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હંમેશા નોટને વ્યવસ્થિત રીતે પર્સમાં રાખવી જોઈએ આ સિવાય પૈસા કાઢતી વખતે સિક્કા કે નોટ નીચે ન પડે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી નું અપમાન થાય છે. 


4. ઘણા લોકો પર્સમાં જુના બિલ પણ રાખે છે આવી ભૂલ કરવાથી પણ દરિદ્રતા વધે છે અને ખિસ્સા હંમેશા ખાલી રહે છે. 


5. પર્સમાં પૈસા હંમેશા વ્યવસ્થિત રીતે રાખવા જોઈએ. એટલે કે નોટ અને સિક્કાને અલગ અલગ પોકેટમાં રાખવા જોઈએ. ખાસ કરીને નોટને જેમતેમ મૂકી દેવાથી માતા લક્ષ્મીનું અપમાન થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)