Money Vastu Tips: માં લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો સવારે ઉઠતાવેંત કરો આ 4 શુભ કામ, ધનથી છલકાશે તિજોરી
Money Vastu Tips: જો તમે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો સવારે આંખ ખુલે એટલે સૌથી પહેલા આ 4 કામ કરવાનું શરુ કરો. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ 4 કામ કરવાથી ઘરમાં ધન-ધાન્ય સતત વધતા રહે છે.
Money Vastu Tips: નવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રીમાં માં દુર્ગાના અલગ અલગ રુપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીમાં માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપની સાથે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે તો શુભ ફળ મળે છે. નવરાત્રીનો પર્વ વર્ષનો સૌથી પવિત્ર અને શુભ અવસર હોય છે. આ દિવસો દરમિયાન માં લક્ષ્મીને પ્રસન્ન કરવાના ખાસ ઉપાય કરવાથી તુરંત ફળ મળે છે. આજે તમને એવા 4 કામ વિશે જણાવીએ જેને સવારે આંખ ખુલતાની સાથે જ કરી લેશો તો માં લક્ષ્મી પ્રસન્ન થશે. સવારે જાગીને જે વ્યક્તિ આ ચાર કામ કરે છે તેના ઘર તરફ ચુંબકની જેમ ધન અને સફળતા ખેંચાઈ આવે છે.
આ પણ વાંચો: ઓક્ટોબરમાં બુધના ડબલ ગોચરથી 5 રાશિઓને મળશે અકલ્પનીય ધન, દરેક કાર્યમાં મળશે ડબલ લાભ
સવારે ઉઠતાવેંત કરો આ 4 કામ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રોજ સવારે આંખ ખુલે એટલે સૌથી પહેલા ભગવાનનું સ્મરણ કરીને તેમનો આભાર માનવો જોઈએ. સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધ જીવન માટે ભગવાનને યાદ કરો. ભગવાનને પ્રાર્થના કરો કે, હે ઈશ્વર તમારા સાથના કારણે જીવન સારું ચાલી રહ્યું છે... નિયમિત આ વાક્ય કહેવાથી મનને શાંતિ અને સુખ મળશે
આ પણ વાંચો: Shani Gochar: ડિસેમ્બર 2024 સુધી 3 રાશિઓને થતો રહેશે ધનલાભ, શનિ આપશે અપાર સફળતા
હથેળીના દર્શન
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે સખત મહેનત કરી રહ્યા હોય તેમ છતાં આર્થિક સ્થિતિ સુધરતી ન હોય તો સવારે આંખ ખુલે એટલે સૌથી પહેલા ભગવાનનું સ્મરણ કરી અને પછી પોતાની બંને હથેળીના દર્શન કરો. માન્યતા છે કે આવું કરનાર વ્યક્તિ પર માતા લક્ષ્મીની ખાસ કૃપા વરસે છે.
આ પણ વાંચો: તુલા રાશિમાં બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ 3 રાશિના લોકોનું વધશે બેન્ક બેલેન્સ, ધન મળશે
ગણેશ મંત્રનો જાપ
ભગવાન ગણેશને શાસ્ત્રમાં પ્રથમ પૂજ્ય કહેવાયા છે. ગણપતિજી કોઈ પર પ્રસન્ન થઈ જાય તો તેના જીવનમાં કોઈ ખામી રહેતી નથી. તેથી સવારે જાગીને ગણપતિજીના કોઈપણ મંત્રનો જાપ કરો. સૌથી ઉત્તમ રહે કે તમે સવારે જાગીને ઓમ શ્રી ગણેશાય નમઃ અથવા તો ઓમ મહાલક્ષ્મૈય નમઃ મંત્રનો જાપ કરો.
આ પણ વાંચો: દિવાળી પહેલા જ અમીર બનશે આ 5 રાશિના લોકો, મંગળનું રાશિ પરિવર્તન કરી દેશે માલામાલ
તુલસીની પૂજા
સનાતન ધર્મમાં તુલસીના છોડને પવિત્ર કહેવાય છે. તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવો. સાથે જ રોજ સવારે તેની પૂજા કરો અને જળ અર્પણ કરો. સ્નાન કરીને સૌથી પહેલા તુલસીની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)