વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળ ગ્રહ તમામ ગ્રહોનો સેનાપતિ ગણાય છે. આ સાથે જ મંગળને સાહસ, ઉર્જા, ભૂમિ, શૌર્ય, પરાક્રમ અને શક્તિના કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર દેવને ભૌતિક સુખ, ભોગ વિલાસ, કળા અને પ્રતિભા, શૌહરત, રોમાન્સ વગેરેના કારક ગ્રહ માનવામાં આવે છે. આ રાશિના જાતકોના દિવસો બદલાઈ જશે અને લાભ જ લાભ થવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

23 એપ્રિલના રોજ રાશિ પરિવર્તન કરશે


શુક્ર દેવ વૃષભ અને તુલા રાશિવાળાના સ્વામી ગ્રહ છે. આ સાથે જ શુક્રની ઉચ્ચ રાશિ મીન છે અને નીચ રાશિ કન્યા છે. જ્યોતિષીઓ મુજબ મંગળ ગ્રહ 23 એપ્રિલના રોજ રાશિ પરિવર્તન કરશે. આ સાથે જ શુક્ર ગ્રહ પણ 25 એપ્રિલે પોતાનું રાશિ પરિવર્તન કરશે. મંગળ અને શુક્ર દેવના રાશિ પરિવર્તન કરવાથી કેટલીક રાશિઓ માટે ભાગ્યોદય થવાનો છે. આ સાથે જ શુભ ફળની પ્રાપ્તિ થશે. જાણો કઈ રાશિવાળાને લાભ થશે. 


મેષ રાશિ
- મેષ રાશિવાળાનો જલદી ભાગ્યોદય થશે. 
- જે લોકો નોકરી કે વેપાર કરે છે તેમને પ્રગતિ થઈ શકે છે. 
- આવકના નવા નવા સ્ત્રોત બનશે. 
- કાર્યક્ષેત્રમાં વિસ્તાર થશે. 
- વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે. 


વૃષભ રાશિ
- મંગળ અને શુક્રના ગોચરથી શુક્ર રાશિવાળાને ભાગ્ય ચમકી જશે. 
- અચાનક જીવનમાં ફેરફાર જોવા મળશે. 
- નોકરી અને વેપારમાં ડબલ ફાયદો થઈ શકે છે. 
- આવકમાં વધારો થવાની શક્યતા છે. 
- કાર્યને લઈને થોડા વ્યસ્ત રહેશો. 
- જીવનસાથી સાથે સંબંધ મધુર થશે. 


મિથુન રાશિ
- મિથુન રાશિવાળા માટે મંગળ અને શુક્રનું ગોચર ફળદાયી રહેશે. 
- શુક્ર અને મંગળના ગોચરથી લાભ જ લાભ થશે. 
- શત્રુઓ પર વિજય મેળવશો. 
- જીવનસાથી સાથે સંબંધ સારા થશે. 
- વેપારમાં લાભ જ લાભ થશે. 


તુલા રાશિ
- તુલા રાશિવાળા માટે બે ગ્રહોનું ગોચર ખુબ જ શુભ રહેશે. 
- આ દરમિયાન તમને જૂની બીમારીઓથી છૂટકારો મળી શકે છે. 
- જે લોકો કોર્ટ કચેરીના કેસથી પરેશાન છે તેમને સફળતા મળી શકે છે. 
- નવી નોકરી મળવાની શક્યતા છે. 


સિંહ રાશિ
- સિંહ રાશિવાળા માટે આ ગોચર અનુકૂળ સાબિત થશે. 
- આ દરમિયાન તમારી પાસે ધન આવશે. 
- ખર્ચ વધી શકે છે. આ સાથે આવકમાં પણ વધારો થશે. 
- પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. 
- ભાગ્યનો સાથ મળશે અને તમામ પ્રકારની બીમારીઓથી મુક્તિ મળી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube