15 દિવસ બાદ આ 3 રાશિવાળાને બસ જલસા જ જલસા! ધન-વૈભવના દાતા બનાવશે ધનવાન
Shukra Gochar: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર દેવને ધન-વૈભવના દાતાનો દરજ્જો મળેલો છે. હાલમાં શુક્ર ચંદ્ર દેવની રાશિ કર્કમાં બિરાજમાન છે. જે 31 જુલાઈના દિવસે સૂર્યના સ્વામિત્વવાળી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રની શુભ સ્થિતિ કેટલીક રાશિવાળાને ખુબ ફાયદો કરાવી શકે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર દેવને ધન-વૈભવના દાતાનો દરજ્જો મળેલો છે. હાલમાં શુક્ર ચંદ્ર દેવની રાશિ કર્કમાં બિરાજમાન છે. જે 31 જુલાઈના દિવસે સૂર્યના સ્વામિત્વવાળી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રની શુભ સ્થિતિ કેટલીક રાશિવાળાને ખુબ ફાયદો કરાવી શકે છે. 24 ઓગસ્ટ સુધી શુક્ર ગ્રહ સિંહ રાશિમાં બિરાજમાન રહેશે. શુક્રના શુભ પ્રભાવથી માતા લક્ષ્મીની શુભ દ્રષ્ટિ પણ રહે છે. શુક્રનું સિંહમાં ગોચર કઈ રાશિવાળાનું ભાગ્ય ઉઘાડશે તે ખાસ જાણો.
મેષ રાશિ
શુક્રનું સિંહમાં ગોચર મેષ રાશિના જાતકો માટે લાભકારી રહેશે. તમને તમારી મહેનતનું પરિણામ મળશે. સુખ શાંતિથી ઘરનો માહોલ ખુશનુમા રહેશે. તમારા લવર સાથે ડેટ પર જઈ શકો છો. આવક વધારવા માટે તમે નવા સોર્સ મેળવી શકો છો. નવી જોબ મળવાની શક્યતા છે.
સિંહ રાશિ
સિંહ રાશિવાળા માટે શુક્રની બદલાતી ચાલ લાભકારી સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમને રોકાણ કરવા માટે કોઈ સારી ડીલ મળી શકે છે. જે નફાકારક સાબિત થશે. યાત્રા પર જઈ શકો છો. ફાઈનાન્શિયલ રીતે પ્રોફિટમાં રહેશો. લાઈફમાં રોમાન્સ રહેશે. પૂજા પાઠમાં ખુબ મન લાગશે.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે શુક્રનું આ ગોચર શુભ મનાઈ રહ્યું છે. આ દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. લાઈફમાં રોમાન્સ અને અટ્રેક્શન રહેશે. નાની મોટી ટ્રિપ પર જઈ શકો છો. કરિયરમાં નવા ટાસ્ક મળી શકે છે. પ્રોફેશનલી અને ફાઈનાન્શિયલી ખુબ પ્રગતિ કરશો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)