Shukra Uday Effect 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ ગ્રહનું ઉદય અને અસ્ત થવું દરેક રાશિના જાતકોને પ્રભાવિત કરે છે. 18 ઓગસ્ટે શુક્ર કર્ક રાશિમાં ઉદય થઈ ગયા છે. શુક્રને જ્યોતિષ શાસ્ત્રમાં શુભ ગ્રહ માનવામાં આવે છે. તેવામાં શુક્રનો ઉદય થવાથી ઘણી રાશિના જાતકોને પ્રેમ અને લગ્ન જીવનમાં આનંદ તથા વૈભવની પ્રાપ્તિ થશે. આ દરમિયાન કેટલાક જાતકોને વિશેષ લાભ થવાનો છે. જાણો આ સમયે શુક્રના ઉદય થવાથી કઈ રાશિના જાતકોને બમ્પર લાભ થવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
જ્યોતિષ સાસ્ત્ર અનુસાર શુક્ર કર્ક રાશિમાં ગોચર કરી ચુક્યા છે. આ દરમિયાન મએષ રાશિના જાતકો માટે આ સમય અનુકૂળ રહેવાનો છે. શુક્ર આ રાશિના દસમાં ભાવમાં ઉદય થયા છે. આ દરમિયાન જાતકોને ઘણી મુશ્કેલીમાંથી છુટકારો મળશે. ઘર-પરિવારમાં ખુશીઓ વધશે. સંપત્તિ અને વાહન ખરીદવાનો યોગ બની રહ્યો છે. પાર્ટનરની સાથે સારો સમય પસાર કરવામાં સફળ થશો. પ્રોફેશનલ જીવન પણ સારૂ પસાર થશે. લાંબા સમયથી અટવાયેલા કામ આ સમયગાળા દરમિયાન પૂરા થશે. 


આ પણ વાંચોઃ Nag Panchami 2023: નાગ પંચમી પર આ મંત્રોનો કરો જાપ , શ્રાવણમાં શિવના આશીર્વાદ વરસશે


કર્ક રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર કર્ક રાશિમાં ઉદય થયા છે. તેવામાં આ જાતકોને વિશેષ લાભ થશે. પરિવારની સાથે સમય પસાર કરવાની તક મળશે. જો કોઈ જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો આ સમયમાં કરી શકો છો. તેનાથી લાભ થશે. લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. આ સમયમાં નોકરી કરનાર જાતકોને પ્રમોશન અને પગારમાં વધારો મળી શકે છે. 


કન્યા રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કન્યા રાશિના જાતકો માટે આ સમય ખુબ શુભ રહેવાનો છે. નોંધનીય છે કે શુક્ર આ રાશિના અગિયારમાં ભાવમાં ઉદિત થવાના છે. તેવામાં આ જાતકોને અચાનક ધનલાભ થશે. મિત્રોની સાથે સમય સારો રહેશે. લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. 


આ પણ વાંચોઃ 23 ઓગસ્ટથી આ 3 રાશિવાળાનું ભાગ્ય આળસ મરડીને જાગશે, અચાનક ધનલાભના પ્રબળ યોગ


કુંભ રાશિ
શુક્ર કુંભ રાશિના છઠ્ઠા ભાવમાં ઉદય થવા છે. તેવામાં આ જાતકોને ભાગ્યનો સાથ મળશે. માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવાની જરૂર છે. સંપત્તિ, વાહન અને ઘર ખરીદવાનું સપનું જલદી પૂર્ણ થઈ શકે છે. પરિવારની સાથે સમય પસાર કરશો. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube