Venus Saturn Transit 2023: શનિ હાલ મકર રાશિમાં છે અને 17 જાન્યુઆરીના રોજ મકરમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરશે. મકર રાશિમાં હાલ શુક્ર દેવ પણ બિરાજમાન છે અને આ બંને ગ્રહોની યુતિ કેટલીક રાશિના જાતકોને ધનલાભ અને પ્રગતિના યોગ સર્જી રહી છે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને એશોઆરામ, સુખ સમૃદ્ધિ, અને સંપન્નતાનો કારક માનવામાં આવે છે. બીજી બાજુ શનિને સારા કર્મોના ફળ આપનાર ગ્રહ માનવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કોઈ જાતકની કુંડળીમાં શનિની સ્થિતિ સારી હોય અને તેની શુક્ર સાથે યુતિ બની રહી હોય તો જાતકને સકારાત્મક પરિણામોની પ્રાપ્તિ થાય છે. શુક્ર અને શનિની યુતિ ત્રીજા, છઠ્ઠા, દસમા અને 11માં  ભાવમાં ખુબ જ મંગળકારી અને ફળદાયી મનાય છે. આવામાં શનિ આગામી 10 દિવસ સુધી મકર રાશિમાં શુક્ર સાથે મળીને આ 4 રાશિના જાતકોને ધનલાભ અને કરિયરમાં સફળતા અપાવશે. 


શનિ-શુક્ર આ જાતકોને કરશે માલામાલ


મિથુન રાશિ
શુક્ર અને શનિની મકર રાશિમાં યુતિથી મિથુન રાશિવાળાને અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે. આ દરમિયાન તમારી ધન સંલગ્ન સમસ્યાઓનો અંત આવશે અને સુખ સમૃદ્ધિમાં વધારો થશે. અગાઉ કરાયેલા રોકાણથી મોટો ફાયદો થશે. આ ઉપરાંત આવકના નવા સ્ત્રોતથી સારા લાભ મેળવવામાં પણ સફળતા મળશે. 


કન્યા રાશિ
કન્યા રાશિના લોકોને શુક્ર અને શનિની યુતિથી શુભ ફળ પ્રાપ્ત થશે. તેના પરિણામ સ્વરૂપે તમે સારા સમયનો ખુલીને આનંદ લઈ શકશો. તમને જીવનની તમામ પરેશાનીઓના સમાધાન મળવાના શરૂ થઈ જશે. જેના કારણે તમે તણાવમુક્ત મહેસૂસ કરશો. કોઈ પણ કાર્યમાં કરાયેલી મહેનત રંગ લાવશે. તેનાથી તમને આર્થિક લાભ પણ થશે. 


30 વર્ષ બાદ આ 3 રાશિના જાતકોને મળશે મોટી રાહત, શનિની અમીદ્રષ્ટિથી ધનના ઢગલા થશે


આવી સ્ત્રીઓ પોતાના પતિને આપે છે દગો, તમારી પત્નીના શરીર પર આ નિશાન હોય તો ચેતી જજો


ઉત્તરાયણ પર આ વસ્તુઓની કરશો નહી અવગણના, ઘરમાં જતી રહેશે માં લક્ષ્મી


મકર રાશિ
શુક્ર દેવનું ગોચર મકર રાશિમાં જ થયું છે આવામાં આ રાશિના લોકો માટે શુક્ર ગોચર લાભકારી સાબિત થઈ શકે છે. તમે આ દરમિયાન વધુ ધન મેળવવામાં સફળ રહેશો. નવા સ્ત્રોતથી સારી આવક થશે જેના પરિણામ સ્વરૂપ તમારી આર્થિક સમસ્યા દૂર થશે. આ સાથે જ તમારા ફસાયેલા પૈસા કે ઉધાર અપાયેલા પૈસા પાછા આવશે. 


આ વીડિયો પણ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube