Shukra Gochar 2023 in Singh: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહનું ગોચર, ચાલમાં ફેરફાર લોકોના જીવન પર મોટી અસર પાડે છે. તેમાં પણ શુક્ર ગ્રહની વાત કરીએ તો તે મામલો મહત્વનો થઈ જાય છે. કારણ કે જીવનમાં ભૌતિક સુખ, ધન, દૌલત, ખ્યાતિ, પ્રેમ, આકર્ષણ શુક્ર ગ્રહની કૃપાથી જ મળે છે. આથી શુક્ર ગ્રહને શુભ ગ્રહ માનવામાં આવ્યો છે. જો કુંડળીમાં શુક્ર નબળો હોય કે અશુભ સ્થિતિમાં હોય તો જાતક અભાવ અને સંઘર્ષમાં જીવન જીવે છે. આવનારા ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ શુક્ર ગ્રહ ગોચર કરવા જઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્ર ગોચરના કારણે એ મહિનો તમામ રાશિઓ માટે વિશેષ રહેશે. જ્યારે 2 ઓક્ટોબર 2023ના રોજ શુક્ર સિંહમાં પ્રવેશ કરતાની સાથે જ 3 રાશિવાળા માટે જીવનમાં સુવર્ણ સમય શરૂ થઈ શકે છે. આ લોકોને ખુબ ધન, વૈભવ, ઐશ્વર્ય મળશે. જાણો કઈ છે તે લકી રાશિઓ....


વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા માટે શુક્રનું આ રાશિ પરિવર્તન ખુબ જ શુભ સાબિત થશે. આમ પણ વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે અને તે હંમેશા આ રાશિના જાતકો પર મહેરબાન રહે છે. 2 ઓક્ટોબરના રોજ શુક્ર ગોચર કરતા જ આ લોકોના જીવનમાં સુખ સુવિધાઓ વધશે. નોકરીમાં પ્રમોશન મળવાના યોગ છે. આત્મવિશ્વાસ વધશે. તમને દરેક કામમાં સફળતા મળશે. મનગમતો જીવનસાથી મળશે. 


સિંહ રાશિ
શુક્રનું ગોચર સિંહમાં થતા જ આ જાતકોને ઈચ્છિત ફળ મળશે. કરિયરમાં પ્રગતિ થશે અને આવક પણ વધશે. તમારા અટકેલા કામો પૂરા થશે. કોઈ વિશેષ કામમાં સફળતા મળી શકે છે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. દાંપત્ય જીવનમાં ખુશહાલી રહેશે. 


તુલા રાશિ
શુક્ર તુલા રાશિનો પણ સ્વામી ગ્રહ છે. આવામાં શુક્રનું ગોચર તુલા રાશિવાળા માટે ખુબ શુભ ફળ આપનારું છે. આ લોકોને દરેક કામમાં સફળતા મળશે. કોઈ મોટું કામ સિદ્ધ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં ઉછાળો આવશે. તમામ આર્થિક સમસ્યાઓ દૂર થશે. કારોબારીઓ માટે પણ આ સમય ખુબ જ અનુકૂળ રહેશે. મોટો લાભ થઈ શકે છે. માન સન્માન વધશે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)