Daridra Yog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે. ગ્રહોના આ ગોચરથી કેટલીક વખત શુભ તો કેટલીક વખત અશુભ યોગ પણ બનતા હોય છે. ઘણી વખત કેટલાક અશુભ યોગ શુભ ગ્રહના કારણે પણ બનતા હોય છે. આવો જ અશુભ યોગ ઓગસ્ટ મહિનામાં સર્જાવા જઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને શુભ ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહ વ્યક્તિને બેશુમાર ધન સંપત્તિના માલિક બનાવી શકે છે. શુક્ર મહેરબાન હોય તો વ્યક્તિ એશોઆરામથી જીવન જીવે છે. પરંતુ જ્યારે શુક્ર નબળો હોય તો વ્યક્તિ અભાવગ્રસ્ત જીવન જીવે છે. જેની કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તેનું જીવન મોટાભાગે ગરીબીમાં અને સંઘર્ષમાં પસાર થાય છે. 


આ પણ વાંચો: 18 વર્ષ પછી એક રાશિમાં આવશે સૂર્ય અને કેતુ, આ યુતિથી 4 રાશિના લોકોને લાગશે લોટરી


વાત કરીએ ઓગસ્ટ મહિનામાં શુક્રના ગોચરની તો ઓગસ્ટ મહિનામાં 24 તારીખે શુક્ર રાશિ પરિવર્તન કરી નીચ રાશિ કન્યામાં પ્રવેશ કરશે. કન્યા રાશિમાં શુક્રના પ્રવેશથી દરિદ્ર યોગ સર્જાશે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને અશુભ ગણવામાં આવે છે. તેનાથી બધી જ રાશિના લોકોના જીવન પર અસર જોવા મળશે. પરંતુ રાશિચક્રની 3 રાશિ એવી છે જેમને વિશેષ સાવધાની રાખવી પડશે. આ ત્રણ રાશિના લોકોને મોટું નુકસાન પણ થઈ શકે છે અને પૈસા પાણીની જેમ વહી શકે છે. આ ત્રણ રાશિના લોકોએ સ્વાસ્થ્યને લઈને પણ સંભાળીને રહેવું પડશે. 


દરિદ્ર યોગ આ 3 રાશિ માટે ભારે 


આ પણ વાંચો: સાવરણી સંબંધિત આ 4 વાતને રાખવી ધ્યાનમાં, અનાદર કરવાથી વર્ષો સુધી ભોગવવી પડે છે ગરીબી


મેષ રાશિ 


મેષ રાશિના લોકોએ 24 ઓગસ્ટ પછી સંભાળીને રહેવાની જરૂર છે. દરિદ્ર યોગ દુર્ઘટનાનું કારણ બની શકે છે. અથવા તો બીમારી આપી શકે છે. આ સમય દરમિયાન યાત્રામાં પણ વિશેષ સાવધાની રાખવી. જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. ખાસ કરીને વર્ક પ્લેસ પર મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન ધનહાની પણ થઈ શકે છે. 


આ પણ વાંચો: Vastu Tips: ઘરમાં આવે આ 1 વસ્તુ તો સૂતું ભાગ્ય પણ જાગી જાય, ગરીબ પણ રાતોરાત બને અમીર


કર્ક રાશિ 


કર્ક રાશિના લોકો માટે પણ દરિદ્ર યોગ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનું કારણ બની શકે છે. 24 ઓગસ્ટ પછી આર્થિક સ્થિતિમાં પણ ઉત્તર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. ધનની બાબતમાં સાવધાની રાખવી. રોકાણ સમજી વિચારીને કરવું. પરિવારમાં વિવાદ થઈ શકે છે. કોઈ મહત્વનો કે મોટો નિર્ણય લેવાનો હોય તો આ સમય દરમિયાન તેને ટાળો. 


આ પણ વાંચો: 30 વર્ષ પછી સૂર્ય-શનિ બનાવશે સમસપ્તક યોગ, આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ નાણાકીય લાભ


મકર રાશિ 


24 ઓગસ્ટ પછી મકર રાશિના લોકોએ પણ સાવધાની રાખવી પડશે. દરિદ્ર યોગ મકર રાશિના લોકોની માનસિક ચિંતા વધારી શકે છે. વર્ક પ્લેસ પર સમસ્યાઓ થઈ શકે છે. શત્રુ આ સમય દરમિયાન બળવાન રહેશે અને મકર રાશિના લોકો વિરુદ્ધ ષડયંત્ર પણ કરી શકે છે. આ સમય દરમિયાન દરેક બાબતમાં સતર્ક રહેવું. પોતાના કામથી કામ રાખી ક્રોધ પર કાબુ રાખવો. યાત્રા કરતી વખતે સાવધાની રાખવી.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)