Shukra Gochar: શુક્રનું સિંહમાં ગોચર, 7 જુલાઈથી આ 7 રાશિવાળાઓને એક મહિના સુધી `છપ્પરફાડ` લાભ
Shukra Gochar: સુખ અને સમુદ્ધિનો કારક ગ્રહ શુક્ર આવતા મહિને મહત્વપૂર્ણ ગોચર કરવા માટે તૈયાર છે. હિન્દુ પંચાગ મુજબ શુક્ર 7 જુલાઈના રોજ 3.59 વાગે કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 23 જુલાઈના રોજ સવારે 6.01 વાગે વક્રી થઈ જશે અને 7 ઓગસ્ટ 2023ના રોજ સવારે કર્ક રાશિમાં પાછો ફરશે.
Shukra Gochar: સુખ અને સમુદ્ધિનો કારક ગ્રહ શુક્ર આવતા મહિને મહત્વપૂર્ણ ગોચર કરવા માટે તૈયાર છે. હિન્દુ પંચાગ મુજબ શુક્ર 7 જુલાઈના રોજ 3.59 વાગે કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 23 જુલાઈના રોજ સવારે 6.01 વાગે વક્રી થઈ જશે અને 7 ઓગસ્ટ 2023ના રોજ સવારે કર્ક રાશિમાં પાછો ફરશે. શુક્રનું આ ગોચર કઈ રાશિવાળાને ફાયદો કરાવશે તે ખાસ જાણો.
મેષ રાશિ
શુક્રના ગોચરથી તમારા પ્રેમ સંબંધો ગાઢ બનશે. તમે તમારા સંબંધોને ખુબ ગંભીરતાથી લેશો. તમારા પ્રિયજનોની દરેક ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરશો. અપરણિત લોકોને પણ આ સમયગાળામાં પ્રેમ પ્રસંગનો અનુભવ થઈ શકે છે. તમારું વ્યક્તિત્વ બીજાને આકર્ષિત કરશે અને કરિયર તથા નાણાના ક્ષેત્રે તમારું નામ અને પ્રતિષ્ઠા વધશે.
વૃષભ રાશિ
તમારા ઘરમાં ખુશીઓ વધશે અને તમે શુભ કાર્યક્રમોનું પ્લાનિંગ પણ કરી શકો છો કે નવું વાહન ખરીદી શકો છો. આ સમયગાળો વ્યવસાયિકો માટે સારી સંભાવનાઓ લઈને આવશે. જો કે સંપત્તિ સંબંધિત કાનૂની મામલાઓ પર ધ્યાન આપવાની જરૂર છે અને તે સમય લે તેવો બની શકે છે.
મિથુન રાશિ
તમારા પોતાના લોકોના મન જીતવાની તમારી ઈચ્છા પ્રબળ બનશે અને તમારો પ્રેમ જીવન ખીલશે. કાર્યસ્થળ પર સહકર્મીઓનો સારો સહયોગ મળશે અને તેમની સહાયતાથી તમને લાભ થશે. મુસાફરી પર જવા માટે સમય અનુકૂળ છે અને આર્થિક લાભ તથા સંતોષનો અનુભવ થશે. તમારા ઘરમાં શાંતિ રહેશે.
કર્ક રાશિ
શુક્રનું ગોચર તમારા વ્યક્તિત્વમાં નીખાર લાવશે અને બીજાની નજરોમાં તમે આકર્ષક બનશો. તમે પૂરતા નાણાકીય લાભનો અનુભવ કરશો અને મૌખિક સંઘર્ષોમાં વિજયી બનશો. તમારા બેંક બેલેન્સમાં વધારો થશે અને તમારા આવકના સ્ત્રોતમાં વધારો થશે. તમારી પ્રતિષ્ઠા વધશે.
સિંહ રાશિ
તમે કારણ વગર બીજાનું ધ્યાન તમારા તરફ ખેંચશો અને અનેક પ્રયત્નોમાં તમને સફળતા મળશે. તમારું વૈવાહિક જીવન સુખદ રહેશે અને વેપારીઓ ફળશે ફૂલશે. જો કે તમારે જીદ છોડીને તથા પરિવર્તનોને અનુકૂળ થવાની જરૂર રહેશે. રોમાન્સ તમારા જીવનમાં પ્રવેશ કરશે, આનંદ અને ઉત્સાહ લાવશે.
કન્યા રાશિ
વિદેશના કામ સંલગ્ન કે વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકોને ફાયદો થશે. અન્ય ક્ષેત્રોમાં ફરવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. ખર્ચા પર કાબૂ રાખજો. તમે સંતોષનો અનુભવ કરશો અને તમારું મન શાંત રહેશે.
તુલા રાશિ
તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે અને લાંબા સમયથી અટકેલા કામો સફળતાપૂર્વક પૂરા થશે. આત્મવિશ્વાસ પાછો ફરશે અને પ્રમોશનના યોગ બની શકે છે. સામાજિક સંપર્ક તમારા વ્યવસાયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને રોકાણના સારા પરિણામ મળશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)