Shukra Gochar 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહનું ખાસ મહત્વ હોય છે. તેથી જ જ્યારે કોઈપણ ગ્રહ રાશિ બદલે છે તો તમામ 12 રાશિઓને અસર થાય છે. દર મહિને ગ્રહોનું રાશિ પરિવર્તન થાય છે. તેવી જ રીતે જુલાઈ મહિનામાં પણ ઘણા ગ્રહો રાશિ પરિવર્તન કરશે. જેમાં ધન, વૈભવ, ભૌતિક સુખ અને ઐશ્વર્ય આપનાર શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન 7 જુલાઈ 2023ના રોજ થશે. જુલાઈ મહિનામાં શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે 3 રાશિના લોકોને આકસ્મિક ધન લાભ થશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


પાર્ટનર માટે કોઈપણ હદે જઈ શકે છે આ અક્ષરથી શરુ થતાં નામના લોકો, હોય છે ખુશમિજાજ


Vastu Tips: ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ જોઈતી હોય તો દરવાજા લગાવો આ વસ્તુઓ


50 વર્ષ બાદ સર્જાયો વિપરીત રાજયોગ, આ 4 રાશિના લોકોનું ચમકી જશે ભાગ્ય, અચાનક મળશે ધન


તુલા રાશિ


સિંહ રાશિમાં શુક્ર ગ્રહનું ગોચર તુલા રાશિના જાતકોને અનુકૂળ પરિણામ આપશે. આ રાશિના લોકોની આવકમાં જબરદસ્ત વધારો થશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે. નવું કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ દિવસ. શુક્રના ગોચરના કારણે આ સમયે તમને ભાગ્ય પૂરો સાથ આપશે. તુલા રાશિના લોકોને આર્થિક લાભ પણ થશે. રોકાણમાંથી પણ નાણાકીય લાભ થવાની શક્યતા છે.


વૃષભ રાશિ


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના લોકો માટે શુભ સાબિત થશે. આ સમય દરમિયાન વાહન અને મિલકત વગેરેની ખરીદી થવાની સંભાવના છે. સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. તમે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો. નોકરી કરતા લોકો માટે પણ આ સમય સારો છે. કેટલીક નવી જવાબદારી મળી શકે છે. આર્થિક બાબતોમાં લાભ થશે.  


કુંભ રાશિ 


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિમાં શુક્રનો પ્રવેશ કુંભ રાશિના લોકો માટે આર્થિક દ્રષ્ટિએ શુભ સાબિત થશે. વિવાહિત જીવનમાં મધુરતા આવશે. આ સમયે ભાગીદારીના કામમાં લાભથી થશે. લવ લાઈફમાં પણ મધુરતા રહેશે. સંબંધોમાં સુધારો થશે. આ રાશિના લોકોના આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. અવિવાહિત લોકોના લગ્ન આ સમયે નક્કી થઈ શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)