Shukra Gochar 2023: બરાબર 5 દિવસ બાદ મિથુન સહિત આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે, ધનના થશે ઢગલા!
Venus Transit 2023 effects: શુક્ર ગ્રહને પ્રેમ-રોમાન્સ, સૌંદર્ય, ધન અને લક્ઝરીનો ગ્રહ ગણવામાં આવ્યો છે. જ્યોતિષના જણાવ્યાં મુજબ કુંડળીમાં જો શુક્ર ગ્રહ સારી સ્થિતિમાં હોય તો જાતકના જીવનમાં ક્યારેય ધન દૌલતની કમી આવતી નથી અને તેઓ ખુબ સુવિધાઓ પણ ભોગવે છે. આ સાથે જ પાર્ટનરનો પ્રેમ પણ ભરપૂર મળે છે.
Venus Transit 2023 effects: શુક્ર ગ્રહને પ્રેમ-રોમાન્સ, સૌંદર્ય, ધન અને લક્ઝરીનો ગ્રહ ગણવામાં આવ્યો છે. જ્યોતિષના જણાવ્યાં મુજબ કુંડળીમાં જો શુક્ર ગ્રહ સારી સ્થિતિમાં હોય તો જાતકના જીવનમાં ક્યારેય ધન દૌલતની કમી આવતી નથી અને તેઓ ખુબ સુવિધાઓ પણ ભોગવે છે. આ સાથે જ પાર્ટનરનો પ્રેમ પણ ભરપૂર મળે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ 15 ફેબ્રુઆરીના રોજ શુક્ર ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગોચરનું તમામ રાશિના જાતકોના જીવન પર અસર પડશે. કેટલીક રાશિના જાતકો માટે શુક્રનું આ રાશિ પરિવર્તન ખુબ જ શુભદાયી સાબિત થશે. જાણો કઈ રાશિવાળાને આ ગોચરનો ફાયદો થશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર ખુબ ફળ આપશે. જીવનમાં ધન લક્ઝરી વધશે. સુખ સુવિધાના સાધનો પર ખુબ પૈસા ખર્ચાશે. જો કે તેમને આર્થિક લાભ પણ ખુબ થશે. ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. પગારમાં વધારો થશે. વેપાર કરનારા લોકોને પણ આર્થિક લાભ થઈ શકે છે. કેટલાક લોકોને વિદેશથી લાભ થવાના પણ યોગ છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર શુભ ફળ આપશે. તમને માનસિક સંતોષ મળશે, કોઈ ઈચ્છા પૂરી થશે. મોટી તક મળી શકે છે. નવી નોકરીને ઓફર આવી શકે છે કે કોઈ નવા પ્રોજેક્ટમાં સામેલ થઈ શકો છો. વેપાર કરનારાઓને નફો થશે.
ગાત્રો થીજવી દે તેવી ઠંડી બાદ હવે ભીષણ ગરમીની આગાહી, આ 3 મહિના રહેશે ખુબ ભારે!
મોદી સરકારે આપી મહિલાઓને મોટી ભેટ, થશે આ જબરદસ્ત મોટો ફાયદો
તુર્કીમાં ભૂકંપે મચાવી તબાહી, 24000 લોકોના મોત, હવે ભારતનો વારો? ભવિષ્યવાણીથી હડકંપ
મિથુન રાશિ
શુક્રનું રાશિ પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે પ્રેમ અને પૈસો બંને અપાવશે. જો તમે લોકો જોડે વિનમ્રતાથી વર્તશો તો મોટો લાભ થઈ શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોને શુક્રનું ગોચર અનેક સમસ્યાઓમાંથી રાહત અપાવશે. ખાસ કરીને નોકરીયાતોનો લાંબા સમયથી જેની રાહ જોતા હતા તે પદોન્નતિ અને પગાર વધી શકે છે. કોઈ એવોર્ડ મળી શકે છે. વેપાર કરનારાઓને આર્થિક લાભ થશે અને કોઈ લાંબા અંતરના પ્રવાસ પર જઈ શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube