નવી દિલ્હીઃ Venus Transit on 5 December 2022: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર ગ્રહ 5 ડિસેમ્બર, 2022 સોમવારે રાશિ પરિવર્તન કરશે. સોમ પ્રદોષ વ્રતના દિવસે-વૈભવ આપનાર ગ્રહ શુક્રની રાશિમાં પરિવર્તન દરેક 12 રાશિ પર શુભ-અશુભ અસર પાડશે. શુક્ર વૃશ્ચિક રાશિમાંથી નિકળી ધન રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર 29 ડિસેમ્બર સુધી ધન રાશિમાં રહેશે. આ દરમિયાન શુક્ર 5 રાશિ માટે સમસ્યા ઉભી કરી શકે છે. આવો જાણીએ શુક્ર ગોચર કઈ રાશિના જાતકોના જીવન પર ખરાબ અસર પાડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્ર ગોચરની આ રાશિઓ પર થશે નકારાત્મક અસર
મિથુનઃ શુક્ર ગોચર મિથુન રાશિના જાતકો પર ખરાબ અસર પાડી શકે છે. તે કાર્યસ્થળ પર તણાવનો સામનો કરશે. કામનો ભાર વધશે. આ દરમિયાન સાવચેતીથી કામ લેવું. આર્થિક સ્થિતિ પર પણ નકારાત્મક અસર પડી શકે છે. બિનજરૂરી ખર્ચથી બચો. 


કર્કઃ શુક્રનું રાશિ પરિવર્તન તમારા ગુપ્ત શત્રુઓને સક્રિય કરશે. વિરોધી તમને હાની પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. વર્કપ્લેસ પર સાવધાન રહો. સાથે પોતાનું કામ સારી રીતે કરો, બાકી સમસ્યા ઉભી થઈ શકે છે. બજેટ પ્રમાણે ખર્ચ કરવો. 


તુલાઃ શુક્રનું રાશિ પરિવર્તન તુલા રાશિના જાતકો માટે પણ મુશ્કેલ સમય લાવી શકે છે. રોકાણ કરતા પહેલા ધ્યાન રાખજો. જોખમભર્યા રોકાણથી દૂર રહેજો. ખુબ મહેનતથી જ સફળતા મળશે. આ દરમિયાન ભાગ્યનો સાથ મળશે નહીં. આંખ મીંચીને વિશ્વાસ ન કરો. 


આ પણ વાંચોઃ આ સપ્તાહમાં કઈ રાશિ પર મહેરબાન થશે ધનકુબેર? જાણો કેવું રહેશે તમારું આ સપ્તાહ


ધન રાશિઃ શુક્રનું ગોચર ધન રાશિમાં થઈ રહ્યું છે અને તેને ધન રાશિના જાતકો માટે સારૂ કહી શકાય નહીં. નોકરી બદલવા માટે યોગ્ય સમય નથી. અત્યારે ધૌર્ય રાખો. વાણી પર પણ સંયમ રાખો. આર્થિક સ્થિતિ બગડી શકે છે. 


મકરઃ શુક્રનું રાશિ પરિવર્તન મકર રાશિના જાતકોએ પણ સાચવીને રાખવું પડશે. તમારી યોજના કોઈને જણાવો નહીં અને તેના પર શાંતિથી કામ કરો તે તમારા માટે સારૂ રહેશે. વાહન ચલાવતા સમયે ધ્યાન રાખો. ઈજા થવાની આશંકા છે. આર્થિક મામલામાં સમજી-વિચારીને નિર્ણય કરવો. 


(Disclaimer: અહીં આપવામાં આલેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube