Shukra Gochar 2023: જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને ઐશ્વર્ય, વૈભવ અને ભૌતિક સુખનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યારે શુક્ર રાશિ પરિવર્તન કરે છે તો તેની અસર 12 રાશિના લોકો પર થાય છે. જ્યારે શુક્રનું ગોચર શુભ હોય ત્યારે કેટલીક રાશિના લોકોને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પરંતુ જ્યારે આ ગોચર અશુભ હોય તો જીવનમાં અશાંતિ પ્રવર્તી જાય છે. આવું જ કંઈક 7 જુલાઈથી 3 રાશિના લોકોના જીવનમાં જોવા મળશે. 7 જુલાઈએ શુક્ર ગ્રહ કર્ક રાશિમાંથી નીકળી સિંહ રાશિમાં ગોચર કરશે. આ ગોચરના કારણે 3 રાશિના લોકો માટે આગામી મહિનો ખૂબ જ કષ્ટકારી રહેવાનો છે. તેમના જીવનમાં તેમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો તમને જણાવીએ કઈ છે આ 3 રાશિ જેમના માટે આગામી મહિનો કષ્ટદાયક રહેવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રના રાશિ પરિવર્તનથી આ રાશિ પર પડશે અશુભ પ્રભાવ


આ પણ વાંચો:


ચાતુર્માસમાં રોજ કરવા આ 4 સરળ કામ, સંપત્તિ, સફળતા, સંતાન દરેક સુખ થશે પ્રાપ્ત


Budh Uday 2023: 7 દિવસ પછી બુધનો થશે ઉદય આ 3 રાશિ માટે ખુલી જશે કુબેરનો ખજાનો


Dhan Labh: શ્રાવણ મહિનામાં ઘરમાં લગાવો આ છોડ, જેમ વધશે છોડ તેમ ઘરમાં વધશે રૂપિયા


વૃશ્ચિક રાશિ


આ રાશિના જાતકોએ પોતાના નજીકના લોકો સાથે થોડી સાવધાની રાખવી પડશે. તેઓ જેના પર ખૂબ વિશ્વાસ કરતા હશે તે જ તેમને દગો આપી શકે છે. સ્વાસ્થ્ય પણ બગડી શકે છે, તેથી બહારનું ખાવાનું ટાળો. વેપારમાં નુકસાન થવાની સંભાવના છે. કાર્યસ્થળ પર બોસ સાથે વિવાદ થવાની સંભાવના છે, જેના કારણે તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. નોકરીમાં તમારે નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે. કોઈ જગ્યાએ રોકાણ કરવાનું પણ ટાળો.


મકર રાશિ


આ રાશિના લોકોને કરિયરમાં પ્રગતિ કરવા માટે સખત મહેનત કરવી પડશે. જો કે મહેનત કરવા છતાં એક મહિના સુધી યોગ્ય પરિણામ નહીં મળે. જે લોકો પોતાનો વ્યવસાય કરી રહ્યા છે તેઓને ધંધામાં ઘણા અચાનક પડકારોનો સામનો કરવો પડી શકે છે. કોઈની સાથે અંગત જીવનની સમસ્યાઓ કે વાતો શેર ન કરવી. તેના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પેટની તકલીફ તમને પરેશાન કરી શકે છે. હાલ પૂરતું લોન લેવાનું કે નવો ધંધો શરૂ કરવાનું ટાળો.


મીન રાશિ


શુક્રનું રાશિ પરિવર્તન મીન રાશિના લોકો માટે અશુભ સાબિત થવાનું છે. તેમની વરિષ્ઠ અધિકારીઓ સાથે દલીલો થઈ શકે છે અથવા તેમના કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે વિવાદ થઈ શકે છે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. ઘણી શારીરિક અથવા માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવકની સરખામણીમાં ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી વાણી પર નિયંત્રણ રાખો અને કોઈ પણ બાબત પર ઝડપથી પ્રતિક્રિયા ન કરો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)