Vijaya Ekadashi : વિજયા એકાદશીનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્રતનું મહત્વ એટલા માટે પણ વધારે છે કે તેને કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે. આ વર્ષે વિજયા એકાદશી 16 ફેબ્રુઆરી 2023ના રોજ આવશે. 16 ફેબ્રુઆરીના રોજ સવારે 05.32 વાગ્યાથી એકાદશીની તિથિ શરૂ થશે અને 17 ફેબ્રુઆરીએ સવારે 02.49 વાગ્યે એકાદશીની પૂર્ણાહુતિ થશે. જો કે આ વખતે એકાદશીની તિથિ બે દિવસ આવતી હોવાથી લોકોમાં મુંજવણ થતી હોય છે કે ખરેખર વિજયા એકાદશીનું વ્રત કયા દિવસે કરવું જોઈએ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો :


રાશિફળ 13 ફેબ્રુઆરી: આ જાતકોને આજે બિઝનેસમાં થોડું જોખમ મોટો નાણાકીય લાભ કરાવશે


કેમ કરવામાં આવે છે હવન? જાણો હવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુનું શું છે મહત્વ


વિજયા એકાદશી વ્રત 


પંચાંગ અનુસાર એકાદશી તિથિ 16 ફેબ્રુઆરી ના રોજ આખો દિવસ રહેશે અને 17 ફેબ્રુઆરીએ વહેલી સવારે તેની પૂર્ણાહુતિ થશે તેથી એકાદશીનું વ્રત 16 ફેબ્રુઆરીએ કરવું શ્રેષ્ઠ હેશે. જો કે વૈષ્ણવ સંપ્રદાયના લોકો 17 ફેબ્રુઆરી ના રોજ વિજયા એકાદશીનું વ્રત કરશે. જો તમે 16 ફેબ્રુઆરીએ વિજયા એકાદશીનું વ્રત રાખો છો તો વ્રતના પારણાં 17 ફેબ્રુઆરીની સવારે 08:01 થી 09:18 વચ્ચે કરવા જોઈએ. જો તમે 17 ફેબ્રુઆરીના રોજ ઉપવાસ કરો છો તો 18 ફેબ્રુઆરીએ સવાર 07.01 થી 09.18 વચ્ચે પારણા કરવા જોઈએ.


એવું માનવામાં આવે છે કે વિજયા એકાદશીનું વ્રત કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રીરામે પણ લંકા તરફ કૂચ કરતા પહેલા વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું. તેવામાં જે લોકો પોતાના શત્રુઓ પર વિજય મેળવવા ઈચ્છે છે તેમણે વિજયા એકાદશીનું વ્રત નિયમ અનુસાર કરવું જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને વિજયા એકાદશી વ્રતની કથા વાંચવી જોઈએ.


આ પણ વાંચો :


આવતીકાલે થશે સૌથી મોટું સૂર્ય ગોચર, આ રાશીવાળા લોકોની ખુલી જશે કિસ્મત!


મા લક્ષ્મી ઘરમાં કરશે પૈસાનો વરસાદ, માત્ર આ જાપથી ભરાશે ધનના ભંડાર


આ વર્ષે એકાદશી ગુરુવારે આવતી હોવાથી ખાસ સંયોગ પણ રચાયો છે. ગુરુવારનો દિવસ અને એકાદશીની તિથિ બંને શ્રી હરિને સમર્પિત છે. આવી સ્થિતિમાં આ વ્રતનું મહત્વ વધી જાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા ખાસ કરવી અને પૂજામાં કેળા, પીળા વસ્ત્રો અને પીળી મીઠાઈઓ ચઢાવવી તેનાથી ભાગ્યનો સાથ મળશે અને શત્રુ પર વિજય પ્રાપ્ત થશે.