વિરાટ કોહલીએ પોતાની ઇંસ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ટ્રોલર્સને આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
ICC WTC 2023: વિરાટ કોહલીનો એક ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. આ ફોટો તેમના આઉટ થયા પછીનો છે. વિરાટ કોહલી આઉટ થયા બાદ તે જમતા જોવા મળ્યા જેને જોઇને ફેન્સ ક્રોધે ભરાયા અને તેમને ટ્રોલ કરવા લાગ્યા.
Virat kohli WTC Final 2023: ટીમ ઇન્ડીયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat kohli) વર્લ્ડ કપ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ (WTC Final-2023)ની પહેલી ઇનિંગ પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યા. વિરાટ કોહલી પાસે ફેન્સને આ મેચમાં સૌથી વધુ આશાઓ હતી, પરંતુ તે કમાલ બતાવી શક્યા નહી. આ દરમિયાન વિરાટ કોહલીનો એક ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. આ ફોટો તેમના આઉટ થયા પછીનો છે. વિરાટ કોહલી આઉટ થયા બાદ તે જમતા જોવા મળ્યા જેને જોઇને ફેન્સ ક્રોધે ભરાયા અને તેમને ટ્રોલ કરવા લાગ્યા.
આ ફોટા દ્વારા એ કહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચને લઈને ગંભીર નથી. જેનો જવાબ તેમણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આપ્યો છે. સ્ટોરીમાં લખ્યું છે કે, 'બીજાના વિચારીની કેદમાંથી પોતાને મુક્ત કરવા માટે, આપણે નાપસંદ કરવાની શક્તિ પેદા કરવી જોઇએ.
વિરાટ કોહલી (Virat kohli) નો ડીનરવાળો ફોટો વાયરલ થયા બાદ સચિન તેંડુલકરનું એક નિવેદન પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. સચિન તેંડુલકર 2003 વર્લ્ડકપની ફાઇનલમાં જલદી આઉટ થઇ ગયા હતા. સચિન તેંડુલકરે ખુલાસો કર્યો હતો કે આ મેચમાં ફ્લોપ થયા બાદ તેમણે 3 દિવસ સુધી ભોજન કર્યું ન હતું.