Jalaram Temple નરેશ ભાલિયા/જેતપુર : આગામી ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્યાતિ ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે, ત્યારે વીરપુરના પૂજ્ય જલારામ બાપાને તો કેમ ભૂલી શકીએ. અયોધ્યામાં આ ભવ્યાતિભવ્ય પ્રસંગ સમયે વીરપુરના જલારામ મંદિરનું મોટું યોગદાન રહેશે. વીરપુરના જલારામ મંદિર તરફથી રામલલ્લાને બે ટાઈમ આજીવન થાળ ધરાશે. એટલું જ નહિ, અયોધ્યામાં 22 અને 23 જાન્યુઆરીએ લાડુનો પ્રસાદ જલારામ મંદિર તરફથી તમામ દર્શનાર્થીઓને આપવામાં આવશે. આ માટે 50 થી 60 સ્વયંસેવકોની ટીમ 2 જાન્યુઆરીએ અયોધ્યા મગજનો પ્રસાદ બનવાવ જશે. સ્વંય સેવકો માટે ખાસ ડ્રેસ કોડ પણ તૈયાર કરવામાં આવશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જલારામ મંદિર આજીવન થાળ ધરાવશે 
 "જ્યાં ટૂકડો ત્યાં હરિ ઢુકડો" ના સૂત્રને સાર્થક કરનાર વીરપુરના સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાને વારંવાર વંદન કરવાનું મન થાય જ્યારે આજથી ત્રણ વર્ષ પહેલાં જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિમાં મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે પૂજ્ય જલારામ બાપાની જ્ગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ અયોધ્યામાં શ્રી રામ મંદીરના ટ્રસ્ટીઓ સાથે વાત કરીને ત્યારે 4 ડિસેમ્બર 2020ના રોજ પૂજ્ય જલારામ બાપા પરિવાર તરફથી એવી જાહેરાત થઈ કે, વિશ્વ પ્રસિદ્ધ અયોધ્યા નગરી કે જ્યાં વિશ્વના લાખો કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે તેવા નવનિર્માણ પામી રહેલા ભગવાન શ્રીરામના મદિરમાં શ્રી રામ લલ્લા ને જે થાળ ધરાવવામાં આવશે તેના આજીવન યજમાન વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા રહેશે. 


મોટું પરિવર્તન આવ્યું : હવે એનઆરઆઈ બનવામાં કોઈને રસ નથી, સ્થિતિ બદલાઈ


જલારામ મંદિર તરફથી પ્રાણ પ્રતિષ્ઠામા લાડુનો પ્રસાદ ધરાવાશે 
વિશ્વમાં સમૃદ્ધિ અને ચળકાટ ધરાવતા લાખો હિન્દુ મંદિરો છે તેમ છતાં અયોધ્યા રામ મંદિર નિર્માણના ટ્રસ્ટીઓએ એક નાનકડા અને જ્યાં પૈસા કે અન્ય કોઈપણ સ્વરૂપે દાન સ્વીકારતું નથી એવા વીરપુર પૂજ્ય જલાબાપાની જ્ગ્યાના ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપાની વિનંતી સ્વીકારી. સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત હજુ એ છે કે આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદીરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી ભગવાનશ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને ભગવાન શ્રી રામના દર્શન કરવા આવેલ તમામ દર્શનાર્થીઓને 22 અને 23 જાન્યુઆરીએ એમ બે દિવસ મગજનો (લાડું ) નો પ્રસાદ આપવામાં આવશે.


પીરિયડના દુખાવામાં મહિલાઓ આ દવા લેતી હોય તો સાવઘાન, સરકારે જાહેર કર્યું એલર્ટ


વીરપુરથી સ્વંયસેવકો જશે 
પૂજ્ય જલારામ બાપાના પરિવારજન એવા પૂજ્ય ભરતભાઇ ચાંદ્રાણીએ જણાવ્યું હતુ કે વિરપુર થી 50 થી 60 સ્વંયમ સેવકોની ટિમ 2 જાન્યુઆરીના રોજ અયોઘ્યા જવા રવાના થશે અને તે સ્વયંમ સેવકો અયોઘ્યા પહોંચીને મગજનો પ્રસાદ ત્યાં બનાવીને 22 અને 23 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામના મંદિર પરિસરમાં ખાસ ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ ભાવિકોને મગજના પ્રસાદનું વિતરણ કરશે.


બસો વર્ષ પહેલાંના સમયનુ પુનરાવર્તન છે. કારણકે ભગવાન શ્રી રામ તો અંતર્યામી છે તેમને ખબર છે કે, વીરપુરના થાળમાં જ જલારામ બાપાના પરસેવાની ખુશ્બુ છે. બસ્સો વર્ષ પહેલાં જ્યારે તેઓ બાપાની પરિક્ષા કરવા વીરપુર આવ્યા હતા ત્યારે પૂજ્ય જલારામ બાપા તથા વીરબાઈ માં બંને ખેતરમાં દાળી મજૂરી કરીને ગરીબ ભૂખ્યા લોકો માટે સદાવ્રત ચલાવતા ત્યારે તેમણે આ પરસેવાની ખુશ્બુ નો અનુભવ કરેલો જ હતો.આ જે કઈ વ્યવસ્થા ગોઠવાઈ તે ભગવાન શ્રી રામની પ્રેરણાથી જ શક્ય છે. વધારામાં અત્યારે અયોધ્યામાં  ચાલતા શ્રી રામ મંદિર નિર્માણ માં સહભાગી તેવા મગજના પ્રસાદમાં વીરપુર પૂજ્ય જલાબાપાની જગ્યા જેવો જ અહેસાસ થશે.


ડોક્ટરોએ મહામહેનતે પ્રિન્સનો કપાયેલો હાથ ફરી જોડ્યો, પણ જીવ ન બચ્યો