નવી દિલ્હીઃ ગરમી સતત વધી રહી છે. જેમ જેમ તાપમાન વધી રહ્યું છે તેમ તેમ વિષ્ણુ પુરાણની ભવિષ્યવાણી સાચી પડી રહી છે. વિષ્ણુ પુરાણમાં ભીષણ ગરમીને પ્રલયનો સંકેત માનવામાં આવ્યો છે. વિષ્ણુ પુરાણમાં દુનિયાના આરંભ અને અંત બંને વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. વિષ્ણુ પુરાણમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે વધતી ગરમી બાદ શું થશે અને લોકો પર તેની શું અસર થશે. આવો જાણીએ સતત વધતી ગરમી બાદ શું થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિષ્ણુ પુરાણની ભવિષ્યવાણી છે ખુબ ડરામણી
વિષ્ણુ પુરાણમાં પ્રાકૃતિક પ્રલયનું વર્ણન કરવામાં આવ્યું છે. વિષ્ણુ પુરાણની ભવિષ્યવાણી અનુસાર કલયુદ જ્યારે પોતાના અંતિમ તબક્કામાં હશે ત્યારે ભીષણ ગરમી બાદ દરેક જગ્યાએ દુષ્કાળ પડવા લાગશે. વરસાદ બંધ થઈ જશે. વિષ્ણુ પુરાણમાં આગળ લખવામાં આવ્યું છે કે આવનારા સમયમાં ગરમી એટલી વધી જશે કે લોકો સહન કરી શકશે નહીં. ભગવાન વિષ્ણુ સૂર્યના કિરણોને સ્થિર કરી જળને સૂકાવી દેશે. 


વિષ્ણુ પુરાણમાં સૂત જીનો સંવાદ આ પ્રકારે છે કે, હે મહામુને. યદી એક કપ્લ હૈ. ઇસમેં ચૌદહ મનુ બીત જાતે હૈં. હે મૈત્રેય  !  ઇસકે અંત મેં બ્રહ્મા કા નૈમિત્તિક પ્રલય હોતા હૈ. ॥ १२ ॥ હે મૈત્રેય. સુનો, મૈં ઉસ નૈમિત્તિક પ્રલય કા અત્યન્ત ભયાનક રૂપ વર્ણન કરતા હૂં. ઇસકે પીછે મૈં તુમસે પ્રાકૃત પ્રલય કા ભી વર્ણન કરૂંગા. ॥ १३ ॥  એક સહસ્ત્ર ચતુર્યુગ બીતને પર જબ પૃથ્વી ક્ષીણ પ્રાય હો જાતી હૈ તો સૌ વર્ષ તક અતિ ઘોર અનાવૃષ્ટિ હોતી હૈ.


આ પણ વાંચોઃ સૂર્ય ગોચરથી મિથુન રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રની યુતિ, પાંચ જાતકોની વધશે સંપત્તિ


સંપૂર્ણ જળને શોષી લેશે ભગવાન વિષ્ણુ
વિષ્ણુ પુરાણ અનુસાર કલયુગ જ્યારે પોતાના ચરમ પર હશે ત્યારે નદીઓ, તળાવોમાં પર્વતોથી આવનાર પાણી એકદમ સુકાય જશે. તે સમયે ભગવાન વિષ્ણુ સૂર્યના સાતેય કિરણોમાં સ્થિત થઈ સંપૂર્ણ જળને શોષી લેશે. આ રીતે સંપૂર્ણ ભૂમંડળથી પાણી શોષી લેશે અને પૃથ્વી પર દુષ્કાળ પડી જશે. પૃથ્વી કઠોર થઈ જશે જેમ કાચબાની પીઠ હોય છે તે પ્રકારે ધરતી થઈ જશે. 


પાણી સુકાઈ જશે અને અન્નનો પણ દુકાળ પડશે.
વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે આ રીતે સંપૂર્ણ જળને શોષી સાત સૂર્યના રૂપમાં ભગવાન દેખાશે. તેનાથી એટલી ગરમી વધી જશે કે ત્રિકોલ પર્વત, નદી અને સમુદ્ર ત્યાં સુધી કે પાતાળ પણ સુકાઈ જશે. પાણી સમાપ્ત થઈ જશે અને પૃથ્વી સંપૂર્ણ રીતે કઠોર થઈ જશે અને અન્નનો એક દાણો પણ ઉગી શકશે નહીં. મનુષ્ય અને જીવ જંતુ ત્રાહિ-ત્રાહિ કરવા લાગશે. 


ભગવાન વિષ્ણુ પોતાના રૂદ્ર રૂપથી કરશે સૃષ્ટિનો અંત અને આવશે જળ પ્રલય
વિષ્ણુ પુરાણની ભવિષ્યવાણીમાં આગળ કહેવામાં આવ્યું કે આ બધુ થયા બાદ શ્રીહરિ રૂદ્ર રૂપથી શેષ નાગના મુખથી પ્રગટ થઈ નીચેથી પાતાળ લોકને સળગાવવાનો આરંભ કરશે. સંપૂર્ણ પાતાળને ભસ્મ કરી દેવામાં આવશે. ત્યારબાદ ભયંકર વર્ષા થશે અને આ વર્ષા ઘણા વર્ષો સુધી થતી રહેશે. ત્યારબાદ ધરતીની અગ્નિ શાંત થઈ જશે પરંતુ સંપૂર્ણ જગતમાં પાણી જ પાણી હશે. દુનિયા પાણીમાં ડૂબી જશે. આ રીતે વર્ણન શ્રીમદ્દેવી ભાગવત પુરાણમાં પણ કરવામાં આવ્યું છે કે પ્રચંડ ગરમી બાદ સૃષ્ટિમાં જળ પ્રલય થશે અને પછી નવી સૃષ્ટિનો આરંભ થશે.