Vishwakarma Jayanti: આજે સૃષ્ટિના આર્કિટેક ગણાતા ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ, જાણો વિશ્વકર્માની વિશેષ વાતો
આ દિવસે ઉદ્યોગો, કારખાનાઓ અને તમામ પ્રકારના મશીનોની પૂજા કરવામાં આવે છે. કહેવાય છેકે, ભગવાને પોતાને રહેવા માટે પણ જે મહેલ બનાવડાવ્યાં હતા તેનું સર્જન વિશ્વકર્માએ કર્યું હતું. કારીગરો માટે વિશ્વકર્મા જયંતિ ખુબ જ વિશેષ દિવસ ગણાય છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ છે. તેમને કળાના કસબીઓ, કારીગરો, કારખાનેદારોના દેવતા છે. વિશ્વકર્મા વિશ્વના પ્રથમ એન્જિનિયર અને આર્કિટેક્ટ માનવામાં આવે છે. આ દિવસે ઉદ્યોગો, કારખાનાઓ અને તમામ પ્રકારના મશીનોની પૂજા કરવામાં આવે છે. કહેવાય છેકે, ભગવાને પોતાને રહેવા માટે પણ જે મહેલ બનાવડાવ્યાં હતા તેનું સર્જન વિશ્વકર્માએ કર્યું હતું. કારીગરો માટે વિશ્વકર્મા જયંતિ ખુબ જ વિશેષ દિવસ ગણાય છે.
પ્રાર્થનાનો મંત્ર જાપઃ
નિરંજન નિરાકારં નિવિકલ્પં નિરૂપકય |
નિકાધાર નિરાલંબ નિવિધ્નત્મન્નમો નમઃ ||
અનાદિ ય્તપ્રમાણંચ અરૂપંચ દયાસ્પદમ્ |
ત્રૈલોક્ય મય નામત્વં વિશ્વકર્મન્નમે સ્તુતે ||
જાણો સૃષ્ટિના રચયિત ભગવાન વિશ્વકર્મા વિશે કેટલીક અજાણી વાતોઃ
1) શ્રી વિશ્વાકર્માનો દત્તક પુત્ર કોણ છે?
શ્રી વિશ્વકર્મા ભગવાનનો દત્તક પુત્ર વાસ્તુ દેવ છે.
2) શ્રી વિશ્વકર્માના મંદિર ઉપર ધજામાં કેટલા રંગ છે અને એમાં શાના ચિન્હો મૂકેલા છે?
શ્રી વિશ્વકર્મા મંદિરની ધજામાં પાંચ કલર અને પાંચ પુત્રોના અલગ અલગ કુંડ દર્શાવેલા છે.
3) શ્રી વિશ્વકર્માના પુત્રોએ કેટલા અણુજા પાડવા જોઈએ?
શ્રી વિશ્વકર્માના પુત્રોએ કુલ સત્તર અણુંજા પાડવા જોઈએ.
4) શ્રી વિશ્વાકર્માના પુત્રોએ કામ શરૂ કરતાં પહેલા કયો મંત્ર બોલાવો જોઈએ?
જય વિશ્વકર્મણે નમોનમો સ્તુતે, હસ્ત કલેશ હદય વસ્તુતે નામોનામો સ્તુતે, જગત
નિયતે જગત પિતે નમોનમો સ્તુતે, કાષ્ટ સંહિતે હસ્તકલે વિશ્વાકર્મણે નમો નમો સ્તુતે.
5) વિશ્વકર્માદાદાના મંદિરની કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ?
શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરની ચાર પ્રદક્ષિણા કરવી જોઈએ.
6) શ્રી વિશ્વકર્મા પુરાણમાં કેટલા અધ્યાય છે?
શ્રી વિશ્વકર્મા પુરાણમાં 21 અધ્યાય છે.
7) શ્રી વિશ્વકર્મા દાદાનું મુખ્ય પાત્ર ધામ ક્યાં આવેલું છે?
ઓરંગાબાદ (ઈલોડગઢ) વેલુર.
8) શ્રી પંચમુખી વિશ્વકર્મા મંદિર કયાં આવેલું છે?
(1) ખેરાલુ ગામ (2) ગણદેવી.
9) ગુજરાતમાં વિશ્વકર્માના કેટલાં મંદિર આવેલા છે?
ગુજરાતમાં વિશ્વકર્માના અંદાજીત 285 મંદિર છે.
10) કેટલામુખી રૂદ્રાક્ષ વિશ્વકર્માદાદાનું પ્રતિક છે?
સત્તર મુખી રૂદ્રાક્ષ દાદાનું પ્રતિક છે.
11) વાસ્તુપુરુષનો જન્મ ક્યારે થયો?
ભાદરવા માસના શુકલપક્ષ તૃતીયા શનિવાર કૃતિકા નક્ષત્ર, વ્યાતિપાત યોગ, વિષ્ટિકરણમાં બ્રહભા સમાન વાસ્તુ પુરુષનો જન્મ થયો.
12) શ્રી વિશ્વકર્મા દાદાના કેટલા અવતાર થયા છે?
શ્રી વિશ્વકર્મા દાદાના દસ અવતાર થયા છે તેમાં બીજો અવતાર પ્રભાસપાટણ સોમનાથમાં થયેલો છે ત્યાં વિશ્વકર્મા કુંડ પણ હતો.
13) શ્રી વિશ્વકર્મા દાદાએ તેમના પુત્રોને કેટલા સપ્ત સૂત્રો આપેલા?
(1) દૃષ્ટિ (2) ગજ (3) દોરી (4) આવલંબ (5) કાટખૂણો (6) સાઘણી (7) ધ્રુવમર્કટી.
ભગવાન વિશ્વકર્માને સાથે જોડાયેલી રોચક વાતો:
વિશ્વકર્મા વાસ્તુદેવ તથા માતા અંગિરસીના પુત્ર છે. ભગવાન વિશ્વકર્માને વાસ્તુકલાના આચાર્ય માનવામાં આવે છે. એમની જયંતી પર આરાધનાની સાથે સાધનોની પૂજા કરવામાં આવે છે. સોનાની લંકા, ઈન્દ્રપુરી, યમપુરી, વરૂણપુરી, પાંડવપુરી, કુબેરપુરી, શિવમંડલપુરી તથા સુદામાપુરીનું નિર્માણ ભગવાન વિશ્વકર્માએ કર્યું હતું. બિહાર અને અનેક ઉતરના દેશોમાં, વિશ્વકર્મા પૂજા દિવાળી બાદ કરવામાં આવે છે. તેમણે ઉડીસામાં આવેલી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિનું નિર્માણ પણ કર્યું છે એવી લોકોમાં માન્યતાઓ છે.
દેવી દેવતાઓના મહેલ બનાવ્યા હોવાની છે વાયકાઓઃ
ભગવાન વિશ્વકર્મા તેમના વાહનો અને શસ્ત્રો સાથે હિન્દૂ દેવી-દેવતાઓની મહેલોનું બાંધકામ કરનાર અને સ્થાપક ગણાય છે.
આ રીતે પૂજા-વિધિ કરવાથી ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિઃ
ભગવાન વિશ્વકર્માએ દેવતાઓ માટે અસ્ત્રો, શસ્ત્રો, ભવનો અને મંદિરો બનાવ્યા હતા. આ દિવસે વિશ્વકમાની પૂજા તમામ કલાકારો, કારીગરો અને ઔદ્યોગિક કુંટુબો દ્વારા કરવામાં આવે છે. પરંતુ આ દિવસે પૂજા કરવાના કેટલાક વિશેષ નિયમો જણાવેલ છે. તેમનું પાલન કરવાથી, ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. વિશ્વકર્માની વિધિપૂર્વક પૂજા કરવાથી ઘર અને દુકાનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. આ દિવસે, તમારા કાર્યમાં વપરાયેલા મશીનો સાફ કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુની સાથે વિશ્વકર્માજીની પ્રતિમાનું સ્નાન અને પૂજા-અર્ચના કરવી જોઈએ. ઋતુફળ, મિષ્ટાન્ન, પંચમેવા, પંચામૃત અર્પણ કરો. દીવો અને ધૂપ વગેરે પ્રગટાવીને બંને દેવતાઓની આરતી કરો. જે લોકો એન્જીંનરિંગ,આર્કિટેક્ચર,ચિત્રકારી,વેલ્ડિંગ,કાષ્ટ કામ,સુથારી કામ,માટી કામ સાથે જોડાયેલા હોય તે લોકો પણ ખુબ ઉત્સાહથી આ જયંતી ઉજવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube