Waking up In Brahma Muhurat: સારી ઊંઘ માટે વ્યક્તિ શું નથી કરતો. પરફેક્ટ બેડથી લઈને રૂમના ટેમ્પરેચર કંટ્રોલ સુધી, જેથી તે સારી રીતે સૂઈ શકે અને બીજા દિવસે તાજગીથી જાગી શકે. જો કે, ઘણી વખત લોકો ખૂબ વહેલા જાગી જાય છે એટલે કે તેઓ સવારે 3 થી 4 ની વચ્ચે જાગી જાય છે. આ પછી ઈચ્છા છતાં ઊંઘ આવતી નથી. વહેલાં ઉઠવા પાછળ ગહન રહસ્ય છુપાયેલું હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રહ્મ મુહૂર્ત સમય એટલે શું?


આ પણ વાંચો: 12 વર્ષ પછી ગુરુ કરશે વૃષભ રાશિમાં પ્રવેશ, મેષ સહિત કઈ કઈ રાશિને થશે લાભ જાણો


તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે, ઘણા લોકો તેના વિશે વધુ જાણતા નથી. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીએ કે સવારે 3 થી 4:30 સુધીના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે. તેને દેવતાઓના ઉદયનો સમય પણ કહેવામાં આવે છે.


બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું શુભ


આ પણ વાંચો: સોનું પહેરવું કોના માટે શુભ, કોના માટે અશુભ, સમજ્યા વિના પહેર્યું તો જિંદગી થશે ખરાબ


આવી સ્થિતિમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું શુભ માનવામાં આવે છે. આ સમયે જાગવાથી સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળે છે. આ સમયે જાગવાનો અર્થ એ છે કે દેવતા જાગીને તમને પૂજા કરવાનું કહે છે. આ સમયે પૂજા પાઠ કરવાથી પ્રાર્થના સીધી ભગવાન સુધી પહોંચે છે અને તેના ફાયદા પણ જોવા મળે છે. તમારી ઈચ્છાઓ પણ ધીમે ધીમે પૂરી થાય છે. ઘણા લોકો વહેલી સવારે ઉઠી જાય છે. એ હંમેશાં સ્વસ્થ રહે છે કારણ કે તેઓ તમામ ક્રિયાઓ સૂર્ય ઉગે એ પહેલાં કરી લેશે. જેને કારણે સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. વહેલી સવારે ઉઠવાવાળાનો દિવસ પણ એકદમ આનંદમય રહે છે. જેટલા તમે મોડા ઉઠશો એટલો સ્વભાવ સતત તમારો ચીડિયો થવાનો ભય રહે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)