નવી દિલ્હી: હસ્તરેખા શાસ્ત્રમાં હથેળીમાં રહેલી રેખાઓ જોઇને કોઇપણ વ્યક્તિના વ્યક્તિત્વ (Personality) અને જીવનમાં આગળ થતી ઘટનાઓ વિશની ભવિષ્યવાણી કરી શકાય છે. હસ્તરેખા શાસ્ત્રનું (Palmistry) માનીએ તો કોઇપણ વ્યક્તિના જીવનમાં સફળતા મેળવવા માટે મહેનત ઉપરાંત ભાગ્યનો સાથ મળવો જરૂરી હોય છે. દરેક વ્યક્તિના હાથમાં ભાગ્ય રેખા, સ્વાસ્થ્ય રેખા, જીવન રેખા, મસ્તિક રેખા, હૃયદ રેખા વગેરે હોય છે. આ ઉપરાંત એક પૈસાની લાઇન (Money Line) પણ હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેકના હાથમાં નથી હોતી પૈસાની લાઇન
હસ્ત રેખા શાસ્ત્રનું માનીએ તો જે વ્યક્તિની હથેળીમાં પૈસાની લાઇન હોય છે તે ખુબજ પૈસા ભેગા કરે છે. ઘણી વખત મહેનત કર્યા બાદ પણ પૈસા કમાવવામાં સફળતા મળતા લોકો વિચારમાં પડી જાય છે કે, તેમના હાથમાં પૈસાની લાઇન છે કે નથી. આ કારણ છે કે, આ રેખા દરેકના હાથમાં હોતી નથી અને જેના હાથમાં હોય છે તે ભાગ્યશાળી (Lucky) માનવામાં આવે છે. જે હાથથી વ્યક્તિ પોતાનું સૌથી વદારે કામ કરે છે તે હાથની હથેળીમાં (Palms) પૈસાની લાઇન જોઇ આર્થિક સ્થિતિનો અંદાજો લગાવી શકાય છે.


આ પણ વાંચો:- Gold Price Today: બજેટ બાદ સોનાના ભાવમાં જાણો કેટલો ઘટાડો, ચાંદી પણ આટલા રૂપિયા તૂટી


હથેળીમાં ક્યાં હોય છે ધન રેખા
1. હથેળીમાં રિંગ ફિંગર અને સૌથી નાની આંગળીની નીચે બેનેલી સીધી ઉભી રેખાને પૈસાની લાઇન અથવા મની લાઈન કહેવામાં આવે છે.
2. એવું માનવામાં આવે છે જે વ્યક્તિના હાથમાં પૈસાની આ લાઇન ડીપ અને સ્પષ્ટ હોય છે તે વ્યક્તિ સ્માર્ટ હોય છે, સમજદારીથી પોતાના પૈસાનું રોકાણ કરે છે અને ખુબ જ પૈસા ભેગા કરે છે.
3. જો હથેળીમાં પૈસાની લાઇન સીધી નથી, તો તેનો અર્થ એ છે કે વ્યક્તિ પાસે પૈસા હશે પરંતુ તે સ્થિર રહેશે નહીં, એટલે કે પૈસા ચાલતા રહેશે.
4. જો હથેળીમાં પૈસાની લાઇન હોય, પરંતુ સીધી રેખા હોવાને બદલે, તે વક્ર થઈ જાય અથવા તો તૂટક તૂટક બનેલી છે. તો તેનો અર્થ એ કે વ્યક્તિને કમાણી અને સંપત્તિની બાબતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
5. જો તમારા હાથમાં પૈસાની લાઇન ન હોય પરંતુ જો બંને હાથને જોડતા અર્ધ ચંદ્ર બનતો જોવા મળે તો આવા લોકોને પૈસાની તંગી કે મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube