Shaniwar Upay: શનિદેવને ન્યાયના દેવતા કહેવાય છે. જે વ્યક્તિ ઉપર શનિદેવની કૃપા થઈ જાય છે તેના જીવનમાં કોઈ ખામી રહેતી નથી તેને બધા જ પ્રકારના સુખ મળે છે અને બધા જ કાર્ય સફળ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં એક ઉપાય શનિવારે પહેરવાના કપડાના રંગ સંબંધિત છે. આજે તમને આ એકદમ સરળ ઉપાય જણાવીએ. જો તમે પણ શનિદેવને પ્રસન્ન કરીને શનિ કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો શનિવારે આ રંગના કપડા પહેરવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવને બ્લુ કાળા ભૂરા અને અન્ય ઘાટા રંગ પસંદ છે. જો તમે પણ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો શનિવારે લાઈટ રંગના કપડા પહેરવાનું ટાળો અને ડાર્ક કલરના કપડાં ધારણ કરવાનું રાખો.


આ પણ વાંચો:


17 જુલાઈએ સૂર્યનું રાશિ પરિવર્તન, જાણો સૂર્યના ગોચરથી 12 રાશિઓ પર કેવો પડશે પ્રભાવ


પૂજા કરતી વખતે તુલસીના કુંડામાં પધરાવી દો આ વસ્તુ, દિવસ રાત ઘરમાં વધતો રહેશે રુપિયો


August Grah Gochar: જાણો કઈ કઈ રાશિઓને થશે સૂર્ય, મંગળ અને શુક્રના ગોચરથી લાભ


જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાંતો પણ જણાવે છે કે તમે શનિવારે જાંબલી, રીંગણી, બ્લુ જેવા રંગના કપડા પહેરશો તો શનિદેવ પ્રસન્ન થશે. જો તમે શનિવારે બ્લુ રંગના કપડા પહેરીને ઘરેથી નીકળો છો તો તેનાથી કાર્ય સફળતા થાય છે અને ઘરમાં ધનની આવક વધે છે.


આ સિવાય જો તમારી કુંડળીમાં શનિ ગ્રહ નબળો હોય તો તેને મજબૂત કરવા માટે અને શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે દરેક શનિવારે એક લોટામાં દૂધ, ખાંડ, પાણી, ગંગાજલ અને કાળા તલ મિક્સ કરીને શનિ મંત્રનો જાપ કરો. ત્યાર પછી આ પાણીને પશ્ચિમ દિશા તરફ મુખ રહે તે રીતે પીપળાના મૂળમાં અર્પણ કરો. 


આ સિવાય દર્શનિવારે મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો કરવો જોઈએ. પરંતુ આ દીવો શનિદેવની મૂર્તિની સામે નહીં પરંતુ મંદિરમાં રાખેલી શીલા ની સામે પ્રજ્વલિત કરવો જોઈએ. જો ઘરની આસપાસની મંદિર ન હોય તો પીપળાના ઝાડની નીચે પણ સરસવના તેલનો દીવો કરી શકાય છે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)