સ્નાન કરતી વખતે પાણીમાં મિક્સ કરો આ વસ્તુ, મળશે તમામ ગ્રહદોષથી છુટકારો
નવી દિલ્લીઃ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ આ નવ ગ્રહ છે...આ નવ ગ્રહની ખરાબ અસર દૂર કરવી હોય તો કેટલાક ટૂચકા છે...જ્યોતિષશાસ્ત્રમાં વ્યક્તિનું ભવિષ્ય અગાઉથી જાણી શકાય છે તેવું કહેવાય છે...તેમજ ખરાબ અસર અમુક અંશે ધટાડી શકાય છે. જો વ્યક્તિના જીવનની સમસ્યાઓ ખતમ થવાનું નામ નથી લેતી તો જ્યોતિષમાં નવગ્રહોની શાંતિ માટે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જો આ ઉપાયો કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં આવતા ઉતાર-ચઢાવ ઓછા થઈ શકે છે.
જ્યોતિષમાં નવગ્રહ દોષથી છુટકારો મેળવવા માટે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. તેમાંથી એક એ છે કે પાણીમાં કેટલીક વસ્તુઓ ભેળવીને ન્હાવાથી ફાયદો થાય છે. આવો જાણીએ કયા ગ્રહની શાંતિ માટે કયા ઉપાયો કરવામાં આવે છે.
સૂર્ય ગ્રહઃ
સૂર્ય ગ્રહના પ્રભાવથી બચવા માટે ન્હાવાના પાણીમાં લાલ ફૂલ, એલચી, કેસર મિક્સ કરીને સ્નાન કરો.
ચંદ્ર:
ચંદ્રના નકારાત્મક પ્રભાવથી બચવા માટે પાણીમાં સફેદ ચંદન, સફેદ સુગંધિત ફૂલ, ગુલાબ જળ મિક્સ કરેલા પાણીથી સ્નાન કરો.
મંગળઃ
મંગળના અશુભ પ્રભાવને ઘટાડવા માટે ન્હાવાના પાણીમાં લાલ ચંદન અને ગોળ ભેળવીને સ્નાન કરવાથી ફાયદો થાય છે.
બુધ:
બુધનો પ્રભાવ ઓછો કરવા માટે ન્હાવાના પાણીમાં જાયફળ, મધ, ચોખા મિક્સ કરો.
ગુરુ ગ્રહઃ
ગુરુના અશુભ પ્રભાવને ઓછો કરવા અને શુભ પ્રભાવ વધારવા માટે પાણીમાં પીળી સરસવ, ગોળ અને ચમેલીના ફૂલ મિક્સ કરો.
શુક્ર:
કુંડળીમાં શુક્રની ખરાબ અસરને ઓછી કરવા માટે પાણીમાં ગુલાબજળ, એલચી અને સફેદ ફૂલ નાખીને સ્નાન કરવાથી લાભ થશે.
શનિ:
કાળા તલ, વરિયાળી, સુરમ અથવા લોબાનને પાણીમાં મેળવીને સ્નાન કરવાથી શનિનો અશુભ પ્રભાવ ઓછો થાય છે.
રાહુ:
ન્હાવાના પાણીમાં કસ્તુરી, લોબાન ભેળવીને ન્હાવાથી રાહુની ખરાબ અસર ઓછી થઈ શકે છે.
કેતુઃ
કેતુની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે ન્હાવાના પાણીમાં લોબાન, લાલ ચંદન મિક્સ કરો.