સાપ્તાહિક રાશિફળ : આવનારું સપ્તાહ કોના માટે રહેશે શુભ અને કોણે વર્તવી પડશે સાવધાની તે ખાસ જાણો
By Chirag Daruwalla - Son of Astrologer Bejan Daruwalla: આવનારું અઠવાડિયું તમારા માટે કેવું રહેશે તે ખાસ જાણો.
મેષ: ગણેશજી કહે છે, આ અઠવાડિયે તમારી માનસિક સ્થિતિ વધુ સારી રહેશે, કારણ કે તમે આ સમય દરમ્યાન તમારી જાતને તમામ પ્રકારના તાણથી દૂર રાખવામાં સમર્થ હશો. તમે તમારા સંપૂર્ણ પારિવારિક જીવનનો આનંદ માણશો. જે તમને તમારા માનસિક તાણથી હંમેશા માટે કાયમ માટે રાહત આપશે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને આ અઠવાડિયે સારા પરિણામ મળશે.
વૃષભ: ગણેશજી કહે છે, આ સપ્તાહમાં તમને કારકિર્દીમાં આગળ વધવાની કોઈ શુભ તક મળવાના યોગ છે. જ્યારે વિદ્યાર્થી વર્ગને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો પરિસ્થિતિઓ તમારી ઇચ્છાથી વિરુદ્ધ જાય છે, તો શક્ય તેટલું શાંતિથી ઉકેલ શોધવાનો પ્રયાસ કરો.
મિથુન: ગણેશજી કહે છે, આ સપ્તાહ તમારા માટે અનુકૂળ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ અઠવાડિયું સામાન્ય કરતા થોડું વધું સારું રહેશે. તમે માનસિક અને શારીરિક રીતે ખૂબ સ્વસ્થ રહેશો. આ સપ્તાહમાં કેટલાક લાંબાગાળાનો વિચાર કરીને પગલાં ભરી શકો છો. જેનાથી ભવિષ્યમાં ફાયદો થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સૌથી અનુકૂળ સમય છે.
કર્ક: ગણેશજી કહે છે, આ અઠવાડિયે તમારી ચિંતાઓનું મુખ્ય કારણ માતાપિતાનું નબળું આરોગ્ય હોઈ શકે છે. પરિણીત લોકોને સાસરી પક્ષ તરફથી આર્થિક લાભ મળશે. આ સપ્તાહમાં રુપિયાને રોકાણ કરતાં પહેલા બેવાર વિચારી લો અન્યથા તમે તમારું નુકસાન કરી બેસશો. આ સપ્તાહમાં કોઈ ધાર્મિક સ્થળે જઈ શકો છો.
સિંહ: ગણેશજી કહે છે, આ અઠવાડિયે તમને લાગે છે કે, તમારી આસપાસના લોકો તમારી પાસેથી વધુ માંગ કરે છે અને અપેક્ષા રાખે છે. આવી સ્થિતિમાં, તમે તેમની દરેક માંગને પૂર્ણ કરવા માટે તમારા પર વધારાના દબાણનો અનુભવ કરશો. આ અઠવાડિયાની શરૂઆતમાં, તમારા જીવનની તમામ પ્રકારની આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે.
કન્યા: ગણેશજી કહે છે, ભૂલોથી બોધપાઠ લઈને તમે તમારી કાર્યપ્રણાલીમાં થોડો ફેરફાર લાવશો, જે સારો સાબિત થશે. આ સપ્તાહમાં તમે સોનાના ઘરેણાં, મકાન-જમીન અથવા અન્ય મોંઘી ઉપયોગી ચીજવસ્તુઓમાં રોકાણ કરી શકો છો. જેનાથી ભવિષ્યમાં સારો ફાયદો થશે. તમારા પારિવારિક જીવનમાં ખુશીની લહેર જોવા મળશે.
તુલા: ગણેશજી કહે છે, આ સપ્તાહમાં સ્વાસ્થ્ય માટે શું સારું છે અને શું ખોટું છે તેનો વિચાર કરીને કોઈ પણ નિર્ણય કરજો. આ અઠવાડિયામાં પાછલા કોઈ રોકાણથી તમને મોટો આર્થિક લાભ મળવાની શક્યતા છે. આ સપ્તાહમાં તમે અન્યો પર વધુ ખર્ચ કરશો. જેનાથી આર્થિક ખેંચ પણ અનુભવી શકો છો. માટે સપ્તાહ દરમિયાન ખર્ચ પર કાબુ રાખવો હિતાવહ છે.
વૃશ્ચિક: ગણેશજી કહે છે, આ અઠવાડિયામાં સામાજિક કાર્યક્રમોમાં તમારી ભાગીદારી તમને સમાજના ઘણા પ્રભાવશાળી લોકો સાથે સંપર્કમાં રહેવાની તક આપશે. વિદેશ જવા માટે પ્રયાસ કરતાં જાતકોને આ સપ્તાહમાં સફળતા મળવાની શક્યતા છે. તમે કંઇક નવું શીખી રહ્યા હોવ તો તે તમારા વિકાસ માટે ઉપયોગી સાબિત થશે.
ધનુ: ગણેશજી કહે છે, આ અઠવાડિયામાં તમારે તમારા ખાવા પીવા બાબતે ખાસ ધ્યાન રાખવું પડશે. આ અઠવાડિયે તમારે સમજવું પડશે કે અન્ય લોકોની દેખાદેખીમાં તમારા ગજા બહારનો ખર્ચ કરવો એ મૂર્ખતા છે. કરિયરની દ્રષ્ટિએ આ સપ્તાહ તમારા માટે શુભ સાબિત થશે. વિદેશ જવા માટે પ્રયાસ કરતાં જાતકોને આ સપ્તાહમાં સફળતા મળવાની શક્યતા છે.
મકર: ગણેશજી કહે છે, આ સપ્તાહમાં કોઈપણ નિર્ણય લેવા માટે સ્પષ્ટ વિચાર ધરાવશો. આ સ્થિતિમાં તમારા સ્વાસ્થ્ય જીવનને વધુ સારું બનાવવા માટે પ્રયાસ કરશો. રુપિયાની લાલચે કોઈ એવું કામ ન કરતાં જેમાં કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાઈ જવાય. લોભના કારણે તમને પોતાનું જ મોટું આર્થિક નુકસાન કરી બેસો તો નવાઈ નહીં.
કુંભ: ગણેશજી કહે છે, આ અઠવાડિયે તમારે વ્યસ્ત જીવનમાંથી થોડી ક્ષણો કાઢવાની જરૂર છે. આ સમય આરામ કરવા અને નજીકના મિત્રો અને પરિવાર સાથે ખુશીની થોડી ક્ષણો પસાર કરવી જોઈ. જેનાથી તમારા આરોગ્ય પર સકારાત્મક અસરની શક્યતા વધશે. આ અઠવાડિયે આર્થિક મામલે સંબંધીઓનો ટેકો મળશે. પરિવારમાંથી તમને આર્થિક મદદ પણ મળશે.
મીન: ગણેશજી કહે છે, સંબંધીઓ સાથે જમીન અથવા સંપત્તિને લગતા વિવાદનો સુખદ ઉકેલ આવશે જેનાથી પારિવારિક વાતાવરણમાં ખુશીની લહેર જોવા મળશે. કામકાજના સ્થળે વરિષ્ઠ અધિકારીઓ તમારા કામકાજથી સંતુષ્ટ નહીં રહે. જેનાથી તમારાં મનોબળ પર પણ તેની અસર દેખાશે.