શ્રીકૃષ્ણ જેમણે હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે, કે પોતાની લીલાઓથી દુનિયાને સત્ય, ધર્મ અને ન્યાયનો માર્ગ દેખાડ્યો. પરંતુ તેમના પૃથ્વી પરથી પ્રસ્થાન કર્યા બાદ દ્વારકા જે તેમની રાજધાની હતી, તેની સાથે શું થયું? આ એક એવો સવાલ છે જે સદીઓથી લોકોના મનમાં ગૂંજતો રહ્યો છે. દ્વારકાના અસ્તિત્વ અને તેના વિનાશની કહાની રહસ્યોથી ભરેલી છે અને આજે પણ ઈતિહાસ અને પુરાતત્વવિદો માટે એક ઉંડાણપૂર્વકના રિસર્ચનો વિષય બનેલો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્વારકા; શ્રીકૃષ્ણની નગરી
દ્વારકા જેણે કૃષ્ણની નગરીના નામથી ઓળખાય છે, જે ગુજરાતના દરિયાકાંઠે આવેલું છે. આ શહેર મહાભારત કાળમાં શ્રીકૃષ્ણની રાજધાની હતું અને તે સમયનું એક અત્યંત સમૃદ્ધ અને સુંદર નગર માનવામાં આવતું હતું. શ્રીકૃષ્ણએ મથુરા છોડ્યા બાદ આ શહેરનું નિર્માણ કરાવ્યું હતું અને તે તેમના યદુવંશી વંશની રાજધાની બન્યું.


શ્રીકૃષ્ણનું પ્રસ્થાન અને દ્વારકાનો વિનાશ
મહાભારત યુદ્ધ પછી શ્રીકૃષ્ણએ પોતાના જીવનની છેલ્લી ક્ષણો ગુજરાતમાં (સૌરાષ્ટ્ર) વિતાવી હતી. શ્રીકૃષ્ણના નિધન મૂસલ પરંપરા અનુસાર થયું, ત્યારબાદ તેમનું શરીર ધરતી પરથી અંકર્ધ્યાન થઈ ગયું. તેમના પ્રસ્થાન બાદ દ્વારકાના વિનાશની ભવિષ્યવાણી પુરી થઈ હતી. કહેવામાં આવે છે કે શ્રીકૃષ્ણના પ્રસ્થાન બાદ દ્વારકા ધીરે ધીરે દરિયામાં ડૂબવા લાગ્યું. મહાભારતમાં પણ આ વિનાશનું વર્ણન છે કે શ્રી કૃષ્ણના અંત પછી દ્વારકા દરિયામાં ડૂબી ગઈ. આ ઘટના ભગવાનના અવતારનું ધરતી પર સમાપ્ત હોવાનું પ્રતિક માનવામાં આવે છે.


દ્વારકાના પુરાતાત્કિવક અધ્યયન
તાજેતરમાં દ્વારકાના અવશેષોની શોધ અને અધ્યય કાર્ય ચાલું છે. 1980ના દશકમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા દરિયાની અંદર શોધ ચાલું કરી હતી, જેમાં દ્વારકાના અવશેષો મળ્યા છે. આ અવશેષોમાં પથ્થરના સ્તંભ, દીવાલો અને જળમગ્ન સંરચનાઓ સામેલ છે, જે એ સંકેત આપે છે કે ક્યારેક અહીં સમૃદધ અને વિશાળ નગરી હશે.


શ્રીકૃષ્મના પ્રસ્થાન બાદ દ્વારકા દરિયામાં ડૂબી જવી માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ અધ્યાત્મ દ્રષ્ટિકોણથી કળિયુગની શરૂઆત હતી. શ્રી કૃષ્ણના ધરતીગમન બાદ કળિયુગ અને તેનો દુષ્પરિણામ જોવા મળ્યા હતા.