Dream Astrology: દરેક વ્યક્તિને સૂતી વખતે અલગ અલગ પ્રકારના સપના આવે છે. સ્વપ્નશાસ્ત્રમાં વ્યક્તિને આવતા દરેક સપનાનો અર્થ શું થાય તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર ભવિષ્યમાં બનનારી સારી અને ખરાબ બંને પ્રકારની ઘટનાઓનો સંકેત કેટલાક ખાસ પ્રકારના સપના કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણી વખત તમે સાંભળ્યું હશે કે લોકો કહે છે કે સપનામાં તેમને તેમના મૃત પરિવારજનો દેખાય છે. પરંતુ શું તમે જાણો છો કે સપનામાં મૃત વ્યક્તિને જોવું શુભ ગણાય છે કે નહીં ? સ્વપ્નશાસ્ત્ર અનુસાર સપનામાં મૃત વ્યક્તિને જોવાનો અલગ અલગ પ્રકારનો અર્થ થાય છે. જેમકે વ્યક્તિની કુંડળીમાં કાલ સર્પદોષ હોય તો તેને મૃત વ્યક્તિના સપના વારંવાર આવે છે.


આ પણ વાંચો:


જન્માષ્ટમી પર આ વિધિથી કરો લડ્ડુ ગોપાલની પૂજા, શ્રીકૃષ્ણ મનની ઈચ્છા થશે પુરી


Lizard:શરીરના આ અંગ પર પડે ગરોળી તો વધે છે સત્તા અને સંપત્તિ, નોકરીમાં મળે પ્રમોશન


આ વર્ષની દિવાળી પર 3 રાશિના લોકો થશે માલામાલ, શનિ માર્ગી થઈ ભરી દેશે તિજોરી


વારંવાર આવતા આવા સપના માનસિક તેમજ શારીરિક રીતે વ્યક્તિને ક્ષતિ પહોંચાડે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દોષના કારણે જો મૃત વ્યક્તિઓના સપના આવતા હોય તો વિધિ વિધાન થી પૂજા કરી તેનું નિરાકરણ લાવવું જોઈએ. 


જે વ્યક્તિની કુંડળીમાં કાલ સર્પદોષ હોય તેને સપનામાં સાપ પણ વારંવાર દેખાય છે. આવા સપના આવવા ઘરમાં કલેશ અને સુખ શાંતિના અભાવનો સંકેત હોય છે. ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થતો હોય ત્યારે પણ આવું થતું હોય છે. 


દોષ મુક્તિ માટે ઉપાય


જો કુંડળીમાં કોઈ દોષ હોય તેના કારણે વારંવાર મૃત વ્યક્તિઓના અથવા તો સાપના સપના આવતા હોય તો સોમવારના દિવસે શિવલિંગ પર જલાપી શેક કરવો. સાથે જ રોજ 108 વખત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો અથવા તો 11 વખત હનુમાન ચાલીસા નો પાઠ કરવો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)