Astro Tips: માણસના જીવનમાં વાસ્તુશાસ્ત્રની મહત્વની ભૂમિકા છે. વાસ્તુશાસ્ત્રમાં એવી ઘણી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને અપનાવવાથી જીવનમાંથી સમસ્યાઓ દૂર થઈ શકે છે. સાથે જેવા કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે જેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને સપ્તાહના કયા દિવસે કઈ વસ્તુની ખરીદી કરવી અને કઈ વસ્તુની ખરીદી ટાળવી તેના વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. જો વસ્તુની ખરીદીને લઈને આ નિયમનું પાલન કરવામાં આવે તો જીવનમાંથી સમસ્યાઓ દૂર થાય છે. અને જો આ નિયમને ધ્યાનમાં લેવામાં ન આવે તો જીવનમાં એટલી સમસ્યાઓ સર્જાઈ જાય છે કે તેનો અંત આવવો મુશ્કેલ હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: સપ્ટેમ્બરમાં આ 3 રાશિની લાગશે લોટરી, 2 શક્તિશાળી ગ્રહ એક જ દિવસે કરશે ગોચર


વાસ્તુશાસ્ત્રના એક આવા જ મહત્વના નિયમ વિશે આજે તમને જણાવીએ. વાસ્તુશાસ્ત્રમાં નવા જૂતા કે ચપ્પલની ખરીદી ક્યારે કરવી તેના વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રના આ નિયમને હંમેશા ધ્યાનમાં લેવો જોઈએ. જો આ નિયમનું પાલન કરવામાં નથી આવતું તો ગુડ લક પણ બેડ લકમાં બદલી જાય છે. જીવનમાં બધું જ બરાબર હોય તેમ છતાં નવી નવી સમસ્યાઓની શરૂઆત થઈ જાય છે. જો આવું થવા ન દેવું હોય તો જૂતા ચપ્પલની ખરીદીનો આ નિયમ હંમેશા યાદ રાખવો. 


આ પણ વાંચો: Vastu Tips: તમારા ઘરમાં બિલાડીના બચ્ચાં જન્મે તે શુભ કે અશુભ ? જાણો આ ઘટનાનો અર્થ


અઠવાડિયાના કયા દિવસે ન ખરીદવા જૂતા ચપ્પલ 


વાસ્તુશાસ્ત્રમાં એવી ઘણી બધી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને કેટલાક વાર પર ખરીદવાની મનાઈ હોય છે. જેમાંથી એક છે જૂતા અને ચપ્પલ. કોઈપણ પ્રકારના ફૂટવેરની ખરીદી કરવી હોય તો અઠવાડિયાના દિવસોને ખાસ ધ્યાનમાં રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભૂલથી પણ અમાસ, મંગળવાર, શનિવાર કે ગ્રહણ હોય તે દિવસે નવા જૂતા કે ચપ્પલ લેવા જોઈએ નહીં. આ દિવસે નવા ફૂટવેરની ખરીદી કરવાથી દુર્ભાગ્ય પીછો છોડતું નથી. 


આ પણ વાંચો: રક્ષાબંધન સાથે શરુ થતું આ સપ્તાહ કઈ રાશિ માટે શુભ છે જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ


જ્યોતિષશાસ્ત્રનું માનીએ તો શનિ ગ્રહનો સંબંધ આપણા પગ સાથે હોય છે. વડીલો પાસેથી પણ આ વાત તમે ઘણીવાર સાંભળી હશે કે શનિવારે નવા જૂતા કે ચપ્પલ ખરીદવા નહીં. જો શનિવારના દિવસે નવા જૂતા કે ચપ્પલ લેવામાં આવે તો શનિદોષ વધે છે. તેનાથી શનિદેવ નારાજ થાય છે. શનિવાર સિવાય મંગળવાર અને અમાસ પણ જુતા ખરીદવા માટે સૌથી ખરાબ દિવસ છે. 


આ પણ વાંચો: મહેનત પછી પણ ખિસ્સા ખાલી છે? તો અપનાવો આ 5 માંથી કોઈ 1 ઉપાય, ઘરમાં વધશે ધનની આવક


આ દિવસે જૂતા ચપ્પલ ખરીદવા શુભ 


વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યું છે કે કયા દિવસે જૂતા કે ચપ્પલ ખરીદવા અને પહેરવા જોઈએ. આ નિયમ અનુસાર નવા જૂતા કે ચપ્પલ ખરીદવા હોય તો શુક્રવારનો દિવસ સૌથી ઉત્તમ ગણાય છે. આ જ દિવસે નવા જૂતા કે ચપ્પલ પહેરવાથી પણ લાભ થાય છે. આમ કરવાથી વ્યક્તિ પર શનિદોષ વધતો નથી અને શનિદેવ નારાજ પણ નથી થતા.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)