Nail Cutting Days: સનાતન ધર્મમાં રોજના કેટલાક કાર્યો માટે પણ નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવામાં આવે તો દેવી-દેવતા પ્રસન્ન રહે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે. તેનાથી વિરુદ્ધ જો આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો જીવનમાં ગરીબી, સમસ્યા વધે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 6 જુલાઈથી ગુપ્ત નવરાત્રી શરુ, જાણો રાશિ અનુસાર કઈ વસ્તુઓ પૂજામાં અર્પણ કરવી


આવા કામમાંથી એક નખ કાપવાનું કામ પણ છે. નખ કાપવાને લઈને પણ શાસ્ત્રોમાં નિયમ જણાવેલા છે. નખ કાપવા અને વાળ કાપવામાં ખાસ તો વારનું ધ્યાન રાખવાનું હોય છે. અઠવાડિયાના કેટલાક વાર એવા હોય છે જ્યારે નખ કાપવાની મનાઈ હોય છે. આ સિવાયના વારે જો નખ કાપવામાં આવે તો ધનની આવક વધે છે.


આ દિવસે નખ કાપવા અશુભ


આ પણ વાંચો: ગુપ્ત નવરાત્રિમાં અજમાવો આ 5 અચૂક ઉપાય, આશ્ચર્યજનક રીતે વધશે ઘરમાં ધનની આવક


અઠવાડિયાના કેટલાક દિવસ એવા હોય છે જ્યારે નખ કાપવા નહીં. આ દિવસોમાં નખ કાપવાથી જીવનમાં ધનની તંગી, કષ્ટ અને સમસ્યા વધે છે. સાથે જ પ્રગતિમાં બાધા આવે છે. સાથે જ વ્યક્તિએ શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યા ભોગવવી પડે છે. જેમકે શનિવારે નખ કાપવાથી શનિ નારાજ થાય છે અને આર્થિક સમસ્યા વધે છે. રવિવારે નખ કાપવાથી સૂર્ય નબળો થાય છે અને આત્મવિશ્વાસ ઘટે છે. 


આ પણ વાંચો: Rahu-Shani Yuti: શનિ અને રાહુ બનાવશે અદ્ભુત યોગ, આ રાશિઓને મળશે સફળતા અને આકસ્મિક ધન


મંગળવારે પણ નખ કાપવા નહીં. આ સિવાય ગુરુવારે પણ નખ કાપવા નહીં. તેનાથી સૌભાગ્ય પણ દુર્ભાગ્યમાં બદલી જાય છે. આ દિવસે નખ કાપવાથી વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવે છે. 


આ દિવસે નખ કાપવા શુભ


આ પણ વાંચો: Ganpatpura: મનની ઈચ્છા પુરી કરે છે આ ગણપતિ, બસ દર્શન કરી મંદિરમાં કરી દો ઊંધો સાથિયો


શાસ્ત્રો અનુસાર નખ કાપવા માટે બુધવાર અને શુક્રવારનો દિવસ સૌથી સારા છે. બુધવારે નખ કાપવાથી ધન વૃદ્ધિ થાય છે અને શુક્રવારે નખ કાપવાથી સૌંદર્ય અને આકર્ષણ વધે છે. આ સિવાય સોમવારે પણ નખ કાપી શકાય છે.તેનાથી મન મજબૂત થાય છે અને નકારાત્મક વિચારથી મુક્તિ મળે છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)