Zodiac Gemstone: કોઈપણ વ્યક્તિની કુંડળીમાં લગ્ન સ્થાનનું વિશેષ મહત્વ હોય છે. તેના જન્મના સમય પછી તેના લગ્નની સ્થિતિ અનુસાર જ તેના ભાવિની રચના થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં લગ્ન સ્થાનના આંકલન પરથી જ વ્યક્તિના ભવિષ્ય વિશે અનુમાન કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ તેના હાથમાં રત્ન ધારણ કરવા ઈચ્છે તો તે પણ તેના લગ્ન સ્થાનને અનુસાર જ નક્કી કરવામાં આવે છે. જો વ્યક્તિ તેના રાશિ અને અનુકૂળ રત્ન ધારણ કરે તો તેનું ભાગ્ય બદલી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો વ્યક્તિ તેની રાશિને અનુકૂળ રત્ન ધારણ કરે તો તેના દરેક કાર્ય સફળ થાય છે. પરંતુ મોટાભાગના લોકો એવા થી અજાણ હોય છે કે તેમની રાશિને અનુકૂળ રત્ન કયો છે અને કયો રત્ન ધારણ કરવાથી તેમને સૌથી વધુ ફાયદો થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો યોગ્ય રત્ન ધારણ કરવામાં આવે તો વ્યક્તિને લાભ થાય છે. પરંતુ જો રાશિને અનુકૂળ ન હોય તેવો રત્ન ધારણ કરવામાં આવે તો વ્યક્તિને નુકસાન પણ થઈ શકે છે. આજે તમને આ લેખના માધ્યમથી જણાવીએ કે કઈ રાશિ માટે કયો રત્ન અનુકૂળ અને ફાયદાકારક છે.


આ પણ વાંચો: Shani Upay: સુતા ભાગ્યને જગાડશે આ 1 ઉપાય, શનિની સાડાસાતી અને ઢૈય્યાનો પ્રભાવ થશે ઓછો


મેષ રાશિ - જો જન્મ મેષ લગ્નમાં થયો છે તો માણેક અથવા પોખરાજ તમારે ધારણ કરવો જોઈએ.


વૃષભ રાશિ - વૃષભ લગ્નમાં જન્મેલા વ્યક્તિએ કુંડળીમાં ગ્રહની સ્થિતિ જોઈને હીરો પન્ના અથવા નીલમ ધારણ કરવો જોઈએ.


મિથુન રાશિ - આ રાશિના લોકોએ પન્ના હીરો અથવા નીલમ સલાહ અનુસાર પહેરવો જોઈએ.


કર્ક રાશિ - કર્ક રાશિના લોકોએ મોતી પોખરાજ ધારણ કરવા જોઈએ.


આ પણ વાંચો: ભુરી નહીં આવી આંખવાળા હોય લુચ્ચા, બીજાની વાતો જાણી લે પણ પોતાના સીક્રેટ છુપાવે બધાથી


સિંહ રાશિ - સિંહ રાશિના લોકોએ માણેક પોખરાજ અથવા મૂંગા રત્ન ધારણ કરવું જોઈએ.


કન્યા રાશિ - કન્યા લગ્નમાં જન્મેલા લોકોએ નીલમ પન્ના અથવા હીરો ધારણ કરવો.


તુલા રાશિ - તુલા રાશિના લોકોએ હીરો નીલમ અથવા પન્ના પહેરવો તેનાથી તેમને લાભ થઈ શકે છે.


વૃશ્ચિક રાશિ - વૃશ્ચિક લગ્નમાં જન્મેલા લોકોએ પોખરાજ અથવા તો મોતી ધારણ કરવું જોઈએ.


આ પણ વાંચો: 28 ડિસેમ્બર સુધીનો સમય મેષ સહિત 3 રાશિઓ માટે ભારે, વક્રી બુધ કરાવશે આર્થિક નુકસાન


ધન રાશિ - ધન લગ્નમાં જન્મેલા લોકો પોખરાજ માણેક અથવા મોંઘા પહેરે તો તેમને લાભ થાય છે.


મકર રાશિ - મકર રાશિના લોકો નીલમ , પન્ના અથવા હીરો પહેરે તો તેમને ફાયદો થાય છે.


કુંભ રાશિ - કુંભ રાશિના લોકો નીલમ પન્ના અથવા હીરો પહેરી શકે છે.


મીન રાશિ - મીન લગ્નમાં જન્મેલા લોકો પોખરાજ મોતી અથવા મૂંગા રત્ન ધારણ કરી શકે છે.


આ પણ વાંચો: કાળો દોરો શરીરના સુરક્ષા કવચ જેવું કરે છે કામ, શનિ ગ્રહ સાથે છે કાળા દોરાનો સંબંધ


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)