અર્જુન સિવાય કોણે કોણે કર્યા હતા શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન?
mahabharata interesting fatcs : શ્રીકૃષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે ચાર લોકોએ આ ઉપદેશ સાંભળ્યા હતા, અને આ ચારેયને શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન થયા હતા
Mahabharat ki Kahani : પૌરાણિક કથા અનુસાર, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ કુરુક્ષેત્રની રણભૂમિ પર અર્જુનના સારથી બન્યા હતા, ત્યારે તેમણે અર્જુનને અનેક ઉપદેશ આપ્યા હતા. શ્રીકૃષ્ણએ પોતાનું વિરાટ સ્વરૂપ મહાભારતની યુદ્ધભૂમિ પર અર્જુનને બતાવ્યુ હતું. ભગવદ ગીતા અનુસાર, આ ઘટનાનો ઉલ્લેખ ભગવદ ગીતાના અધ્યાય 11 માં વિસ્તારથી કરાયું છે. જેમા અર્જુન શ્રીકૃષ્ણના વિરાટ રૂપના દર્શન કરે છે. આ વિરાટ સ્વરૂપથી શ્રીકૃષ્ણએ તમામ ભૂતોને પોતાના રૂપમાં સમાહિત કર્યુ હતું. જે આ દર્શનના સાક્ષાત જોનારાઓ માટે યુનિક અનુભવ હતો. જ્યારે અર્જુન અનેક પ્રકારના વિચારમાં ખોવાયેલા હતા અને યુદ્ધના સમયે રણભૂમિમાં દુવિધામાં હતા, ત્યારે તેઓએ વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા હતા.
પૌરાણક કથા અનુસાર, જે સમયે ભગવાન શ્રીકૃષ્ણ કુરુક્ષેત્રની રણભૂમિમાં સાથે હતા, ત્યારે આ ઉપદેશ વિશ્વમાં ચાર અન્ય લોકો સાંભળી રહ્યા હતા. જેમાં પવન પુત્ર હનુમાન, મહર્ષ વ્યાસના શિષ્ય તથા ધુતરાષ્ટ્રની રાજ્યસભાના સન્માનિત સદસ્ય સંજય અને બર્બરીક સામેલ હતા. તમને જણાવી દઈએ કે, બર્બરીક ઘટોત્કચ્છ અને અહિલાવતીના પુત્ર તથા ભીમના પૌત્ર હતા. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યુ હતું ત્યારે તેઓને ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી વરદાન પ્રાપ્ત હતું કે, કૌરવો અને પાંડવોના આ ભયંકર યુદ્ધને જોઈ શકે છે.
જ્યારે ગીતાનો ઉપદેશ ચાલી રહ્યો હતો તે દરમિયાન પવન પુત્ર હનુમાન અર્જુનના રથ પર બેસેલા હતા. જ્યારે કે સંજય, ધુતરાષ્ટ્રને ગીતાનું આખ્યાન કરાવી રહ્યા હતા. ધુતરાષ્ટ્રએ સમગ્ર ગીતા સંજયના મુખથી સાઁભળી હતી. શ્રીકૃષ્ણની ઈચ્છા હતી કે, ધૃતરાષ્ટ્રએ પણ પોતાના કર્તવ્યનું જ્ઞાન થાય અને એક રાજાના રૂપમાં તેઓ ભારતને આવનાર વિનાશથી બચાવી લે. આ ચાર લોકોએ પણ શ્રીકૃષ્ણના વિશ્વ સ્વરૂપના દર્શન કર્યા હતા.