Ram Mandir: આજે શ્રીરામની નગરી અયોધ્યા પર ભારતની જ નહીં પરંતુ વિશ્વભરના લોકોને નજર છે. 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા રામ મંદિરમાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેનો ઉત્સવ દેશભરમાં બનાવવામાં આવી રહ્યો છે. આજે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રીરામને વિધિવત સ્થાપિત કરવામાં આવશે. આ સમયે રામ જન્મભૂમિનો ઇતિહાસ પણ ચર્ચામાં આવ્યો છે. રામ જન્મભૂમિ પર આજે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેવામાં અનેક લોકો એ જાણવા પણ ઉત્સુક છે કે અયોધ્યામાં સૌથી પહેલા રામ મંદિર કોણે બનાવ્યું હતું અને તે કેવું હતું. તો ચાલો તમને જણાવી દઈએ અયોધ્યાના રામ મંદિરમાં ભવ્ય ઇતિહાસ વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઘરે કરો આ આ શક્તિશાળી સ્ત્રોતનો પાઠ, શ્રીરામ દુર કરશે સંકટ


અયોધ્યાનો ઇતિહાસ


અયોધ્યા નગરીને સતયુગમાં વૈવસ્વત મનુએ વસાવી હતી. અહીં ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો અને ભગવાન શ્રીરામના જન્મ વિશે વાલ્મિકી રામાયણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અયોધ્યા નગરીને રામનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે ભગવાન શ્રી રામે અયોધ્યામાં જળ સમાધી લીધી હતી તો અયોધ્યા નગરી સુની થઈ ગઈ હતી. 


રામ મંદિરનો ઇતિહાસ


અયોધ્યા નગરી સુની થઈ ગઈ ત્યાર પછી અહીં ઉજ્જૈનના ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય એક દિવસ આખેટ કરતાં પહોંચ્યા હતા. તે સમયે તેમણે અયોધ્યાની ધરતી પર કેટલાક ચમત્કાર જોયા હતા. આ અંગે ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્યે તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે અહીં શ્રીરામનો જન્મ થયો હતો. સંતો અને યોગીઓના નિર્દેશન પર ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્યએ અહીં રામ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. 


આ પણ વાંચો: Weekly Horoscope:આ અઠવાડિયે રાશિના લોકોને કારર્કિદીમાં મળશે ગ્રોથ, વેપારમાં થશે નફો


કેવું હતું ભગવાન શ્રીરામનું પહેલું મંદિર? 


ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્યએ રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. જેમાં સરોવર, મહેલ, કુપ વગેરેનું નિર્માણ કરાવ્યું હતું. ઇતિહાસકારોનું જણાવવું છે કે ચક્રવર્તી સમ્રાટ વિક્રમ આદિત્ય એ શ્રી રામ જન્મભૂમિ પર કાળા રંગના કસૌટી પથ્થરના 84 સ્તંભનું વિશાળ રામ મંદિર બનાવડાવ્યું હતું. મંદિર નિર્માણ પછી અનેક રાજાઓએ આ મંદિરની સંભાળ કરી. ત્યાર પછી 1525 માં મુગલ શાસક બાબરના સેનાપતિ મીર બાંકીયે રામ જન્મભૂમિ પર બનેલા મંદિરને ધ્વંશ કરી તેના પર મસ્જિદ બનાવી.


આ પણ વાંચો: બેંક બેલેન્સ વધવાનું નામ નથી લેતું ? અજમાવો તજ અને ધાણાના ટોટકા, થઈ જશો માલામાલ


કેવું છે આજનું રામ મંદિર


વર્ષો સુધી રામ જન્મભૂમિ પર વિવાદ ચાલ્યો અને અંતે અહીં રામ મંદિર બનાવવાની મંજૂરી મળી. હાલનું રામ મંદિર 67 એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે. જેમાં 2 એકર જમીન પર મંદિર બનેલું છે. મંદિરના શિખર ની ઊંચાઈ 161 ફુટની છે. મંદિરમાં પાંચ ગુંબજ છે. મુખ્ય મંદિરનું નિર્માણ કાર્ય થઈ ચૂક્યું છે પરંતુ મંદિરમાં હાલ પણ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)