Ramayan Story: રામાયણ કાળમાં અયોધ્યામાં પહોચેલા દરેક વ્યક્તિઓ કોઈને કોઈ અવતાર હતા. તમામ ભગવાન પ્રભુ રામને સહયોગ આપવા અને તેમની લીલાઓ જોવા માટે પોતાના મૂળ રૂપથી અલગ રૂપ ધારણ કરી અયોધ્યા પહોંચ્યા હતા. ભગવાન રામની સાથે તેમના ત્રણ ભાઈ અને તેમની પત્નીઓ પણ અયોધ્યા પહોંચી હતી. તો શું તમને ખબર છે કે ભરત, લક્ષ્મણ અને શત્રુધ્નની પત્નીઓ કયા દેવીની અવતાર હતી. તો ચાલો અમે તમને વિગતવાર જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિષ્ણુના અવતાર હતા ભગવાન રામ
ભગવાન રામ ખુદ વિષ્ણુના અવતાર હતા. જ્યારે લક્ષ્મણને શેષનાગનો અવતાર માનવામાં આવે છે. જો વાત કરીએ ત્યાગ અને મર્યાદાની શ્રેષ્ઠ શ્રેણીમાં રહેનાર મહાપુરૂષ ભરતની તો તે વિષ્ણુના સુદર્શન ચક્રનો અંશ હતા. જ્યારે શત્રુધ્ન ભગવાન વિષ્ણુના શંખનો અવતાર હતા. પરંતુ શું તમને ખબર છે કે તેમની પત્નીઓ કયા દેવીનો અવતાર હતી?


શ્રુતકીર્તિ કોની અવતાર હતી?
તો સૌથી પહેલા વાત કરીએ શત્રુધ્નની પત્ની શ્રુતકીર્તિની.. શ્રુતકીર્તિના પિતાનું નામ કુશધ્વજ હતું. કુશધ્વજ રાજા જનકના ભાઈ હતા. જ્યારે શ્રુતકીર્તિને માતા લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. માતા લક્ષ્મી શ્રુતકીર્તિના રૂપમાં એટલા માટે પૃથ્વી પર આવ્યા હતા કે તે આવું કરીને શત્રુધ્નની ધાર્મિક અને પારિવારિક જવાબદારીઓમાં સહાયતા કરી શકે.


ઉર્મીલા વિશે અહીં જાણો
હવે વાત કરીએ લક્ષ્મણની પત્ની ઉર્મિલા વિશે... ઉર્મિલાને પણ દેવી લક્ષ્મીનો અંશ કહેવામાં આવે છે. ત્યાગ અને સહનશીલતાના પ્રતિક ઉર્મિલા 14 વર્ષ સુધી પોતાના પતિથી દૂર રહ્યા. પૌરાણિક કથાઓ અનુસાર કહેવામાં આવે છે કે ઉર્મિલાએ જ લક્ષ્મણને પ્રભુ રામની સેવા માટે કહ્યું હતું.


ભરતની પત્ની વિશે જાણો
તેના સિવાય ભરતની પત્ની માંડવીને પણ દેવી લક્ષ્મીનો અંશ કહેવામાં આવે છે. માંડવીને ધૈર્ય અને સંતુલનના રૂપમાં જોવામાં આવે છે. ભરતના કઠિન જીવનમાં જે પણ ધૈર્ય અને શક્તિનો સંચાર થયો તેનું મુખ્ય સ્ત્રોત માંડવીને જ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે માંડવીએ ભરતના દરેક કદમ પર સાથ આપ્યો હતો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)