Vastu Shastra: વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રહેલી દરેક વસ્તુ માટેના નિયમ અને તેની સાથે સંબંધિત અસર વિશે જણાવવામાં આવ્યું છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. પરંતુ જો ઘરમાં વાસ્તુના નિયમનું ઉલ્લંઘન થતું હોય તો તેના કારણે સમસ્યાઓ આવી શકે છે. સામાન્ય રીતે લોકો વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોનું તો ધ્યાન રાખે છે પરંતુ જુતા ચપ્પલ સંબંધિત કેટલીક બાબતોમાં ભૂલ કરી બેસે છે. તેના કારણે ઘરમાં ઘણી બધી સમસ્યાઓ આવે છે. આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો ઘરમાં કલેશ થાય છે અને ધનહાનિ પણ થાય છે. તેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા વધી જાય છે અને લોકોની પ્રગતિમાં પણ સમસ્યા આવે છે. સામાન્ય એવા જૂતા ચપ્પલ ઘરની એનર્જીને ખૂબ જ મોટી અસર કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Jaya Kishori : જાણો એક કથા માટે જયા કિશોરી કેટલો કરે છે ચાર્જ ?


રાશિફળ 10 ફેબ્રુઆરી: આ જાતકોને આજે ફાયદો જ ફાયદો..ગ્રહગોચરની શુભ સ્થિતિ ટંકશાળ પાડશે


જુતા ચપ્પલ ઊંધા હોવા


ઘરના વડીલો ઘણી વખત ટોકતા હોય છે કે જોતા અને ચપ્પલને બરાબર જગ્યાએ રાખવા અને ઊંધા ન હોય તે વાતનું ધ્યાન રાખવું. જો કોઈ ચપ્પલ ઊંધું જોવા મળે તો તેને સીધું કરી દેવું જોઈએ. કારણ કે ઉંધા જૂતા ચપ્પલ અશુભ માનવામાં આવે છે. તેનો સંબંધ શની સાથે હોવાનું જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે. ઉંધા ચૂપચા ચપ્પલ શનિદેવને નારાજ કરે છે અને તેના કારણે ધનહાની થાય છે. તેથી ક્યારે જોતા ચપ્પલને ઉંધા રાખવા જોઈએ નહીં. 


જુતા ચપ્પલ ની ચોરી


શનિદેવને પ્રસન્ન કરવા હોય તો જોતા કે ચપ્પલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. સાથે જ એવું પણ કહેવાય છે કે શનિવારના દિવસે જો તમારા જોતા ચોરી થઈ જાય તો તે તમારા ઉપર આવેલા સંકટને ટાળી દે છે. એલી કે શનિવારના દિવસે જોતા ચપ્પલ ની ચોરી થાય તો તેને શુભ માનવામાં આવે છે. આ સાથે જ એક એવો નિયમ પણ છે કે પોતાના સિવાય કોઈના પણ જુતા ચપ્પલ પહેરવા જોઈએ નહીં.  કોઈ બીજાના જૂતા પહેરવા તે દુર્ભાગ્યને આમંત્રણ આપે છે.