શા માટે શનિદેવને સરસવનું જ તેલ ચઢે છે ? જાણો આ પરંપરા કોણે કરી શરુ અને શું છે તેનું કારણ
Shanivar Upay: તમે ક્યારેય વિચાર્યું છે કે આ કામ માટે સરસવનું જ તેલ શા માટે વાપરવામાં આવે છે ? તો ચાલો જણાવીએ કે શનિદેવને સરસવનું તેલ ચઢાવવાની પરંપરા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ. આ પરંપરા શરુ થઈ તેની પાછળની પૌરાણિક કથા છે.
Shanivar Upay: શનિદેવની પૂજા માટે શનિવારના દિવસને ખાસ માનવામાં આવે છે. શનિદેવ ન્યાયના દેવતા છે અને તેઓ લોકોને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. આ સિવાય જ્યારે શનિદેવ કોઈ પર પ્રશન્ન થાય ચે ત્યારે તેને રંકમાંથી પણ રાજા બનાવી દેતા હોય છે અને કોઈ ઉપર ક્રોધિત થાય તો તેઓ રાજાને પણ રંક બનાવે છે. જેના પર શનિદેવની કુદ્રષ્ટિ પડે છે તેને બરબાદ થતા કોઈ બચાવી શકતું નથી. આ જ કારણ છે કે લોકો શનિદેવને હંમેશા પ્રસન્ન રાખવા માટે ઉપાયો કરે છે. અને શનિદેવને પ્રસન્ન કરવાનો સૌથી સરળ અને પ્રચલિત ઉપાય છે શનિવારે શનિ મંદિરમાં સરસવનું તેલ ચઢાવવું અથવા સરસવના તેલનો દીવો કરવો.
આ પણ વાંચો :
Shani Dev Upay: કરી લો શનિદેવના આ 5 અચૂક ઉપાય, લગ્ન, નોકરીમાં આવતી સમસ્યા થશે દુર
Palmistry:હાથમાં હશે 'ધન રેખા' તો મળશે અઢળક રૂપિયા! કરોડપતિ બનતા તમને કોઈ નહીં રોકે
Astro Tips: રસોડામાં રોજ ઉપયોગમાં આવતી આ વસ્તુનું દાન કરવાથી ગ્રહદોષ થાય છે દૂર
શનિની સાડાસાતીથી મુક્તિ
શાસ્ત્રો અનુસાર શનિદેવને સરસવનું તેલ ચઢાવવાથી વ્યક્તિને શનિ દોષમાંથી મુક્તિ મળે છે. આ સાથે જ શનિદેવના મંદિરમાં અથવા તો પીપળા નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આ કામ માટે સરસવનું જ તેલ શા માટે વાપરવામાં આવે છે ? તો ચાલો જણાવીએ કે શનિદેવને સરસવનું તેલ ચઢાવવાની પરંપરા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ. આ પરંપરા શરુ થઈ તેની પાછળની પૌરાણિક કથા છે.
બજરંગ બલીએ દુર કર્યું શનિદેવનું સંકટ
પૌરાણિક કથા અનુસાર એકવાર લંકાપતિ રાવણે પોતાની અપાર શક્તિથી શનિદેવને કેદ કરી લીધા હતા. સીતાજીનું હરણ કર્યા પછી જ્યારે ભગવાન શ્રીરામના કહેવાથી હનુમાનજી તેમની શોધમાં લંકા પહોંચ્યા ત્યારે તેમણે શનિદેવને રાવણના બંદીવાસમાં જોયા. શનિદેવએ હનુમાનજીને વિનંતી કરી અને બજરંગ બલીએ તેમને રાવણની કેદમાંથી મુક્ત કર્યા. ફરીથી રાવણ તેમને પકડે નહીં તે માટે હનુમાનજીએ શનિદેવને લંકાથી દુર ફેંકી દીધા.
હનુમાનજીના આ રીતે ફેંકવાથી શનિદેવને શરીરમાં ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત શનિદેવની પીડા દુર કરવા માટે હનુમાનજીએ તેમના ઘા પર સરસવનું તેલ લગાવ્યું હતું. તેનાથી તેમને પીડાથી રાહત મળી. તેમણે બજરંગ બલીને પોતાના કષ્ટભંજન કર્યા અને વચન આપ્યું કે જે પણ ભક્ત તેમને સરસવનું તેલ ચડાવશે તેના પર તેમની કૃપા હંમેશા રહેશે. ત્યારથી શનિદેવને સરસવનું તેલ ચઢાવવાની પ્રથા ચાલે છે.