Mundan Ritual Reason: ઘરમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય પછી કેટલાક દિવસો સુધી અલગ અલગ રીત રિવાજોનું પાલન કરવામાં આવે છે. તેમાં મુંડન પણ એક મહત્વની વિધિ છે. પરિજનોના મૃત્યુ પછી ઘરના પુરુષો મુંડન કરાવે છે. મૃતક પ્રત્યે પોતાનો પ્રેમ અને સન્માન દર્શાવવા માટે મુંડન કરાવવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંડન કરાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે મૃતક પાછળ પોતાના વાળ સમર્પિત કરવા તેમના પ્રત્યેનું સન્માન અને પ્રેમ દર્શાવે છે.


આ પણ વાંચો: 


Budh Gochar 2023: 7 જૂન સુધી આ 3 રાશિની છે ચાંદી જ ચાંદી, આ સમય દરમિયાન થશે ધન લાભ


કર્ક રાશિમાં મંગળના ગોચરથી સર્જાશે નીચભંગ રાજયોગ, 3 રાશિને થશે અચાનક ધનલાભ


આજે સંકટ ચતુર્થી, જાણો જીવનની સમસ્યા દુર કરતા વ્રતની પૂજા વિધિ અને મુહૂર્ત



શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આત્મા શરીરથી અલગ થયા પછી તુરંત યમલોકમાં જતી નથી તેને થોડો સમય લાગે છે. આ સમય દરમિયાન તે પોતાના પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે. ધર્મશાસ્ત્રમાં વાળને નકારાત્મક ઉર્જા સાથે જોડીને જોવામાં આવે છે. તેવામાં આત્માને પરિવારનો સંપર્ક કરવો હોય તો તેનું માધ્યમ વાળ બની શકે છે. આજ કારણ છે કે અંતિમ સંસ્કાર પહેલા પરિવારના લોકો મુંડન કરાવે છે. 


મુંડન કરાવવાનું વૈજ્ઞાનિક કારણ


મુંડન કરાવવા પાછળ વૈજ્ઞાનિક કારણ એવું છે કે મૃત્યુ પછી મૃતકના શરીરની આસપાસ ઘણા હાનિકારક જીવાણુ હોય છે. આ જીવાણુ ને હટાવવા માટે અંતિમ સંસ્કાર કર્યા પછી કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે. આ નિયમો અનુસાર અંતિમ સંસ્કાર પછી સ્નાન કરવું, તડકામાં બેસવું, નખ કાપવા અને મુંડન કરાવવનો સમાવેશ થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)