Holi 2023: ગણતરીના દિવસોમાં હોળીનો તહેવાર આવશે. આગામી 7 માર્ચે હોળીકા દહન થશે અને 8 માર્ચે ધુળેટી ઉજવાશે. ફાગણ મહિનાની પૂનમની સાંજે હોળીનો તહેવાર શરૂ થાય છે અને દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે. ભારતમાં હોળીને લઈને અલગ અલગ રીતરિવાજોનું પાલન કરવામાં આવે છે. તેમાંથી એક રિવાજ એવો પણ છે કે લગ્ન પછી કન્યા પહેલી હોળી સાસરામાં કરતી નથી પરંતુ હોળી કરવા માટે પિયર જાય છે. વર્ષોથી આ રિવાજનું પાલન કરવામાં આવે છે પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે આવું કરવાનું સાચું કારણ શું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


27 ફેબ્રુઆરી પછી આ 4 રાશિના લોકો પર તુટી પડશે દુ:ખના ડુંગર, 30 દિવસ થશે અગ્નિપરીક્ષા


આ રીતે કરો હનુમાન ચાલીસાનો પાઠ, 100 દિવસમાં બનશો કરોડપતિ


Sarsav Upay: સુતા ભાગ્યને જગાડશે રાઈના દાણાના ઉપાય, અટકેલા કામ પણ થશે ઝડપથી પુરા


માન્યતા છે કે સાસરામાં પહેલી હોળી જોવી કે હોળી રમવી દુલ્હન માટે અશુભ હોય છે. જો સાસુ અને વહુ એક સાથે હોળી પ્રગટતી જોવે છે તો તેના સંબંધ બગડી જાય છે. સાથે જ રિવાજ એવો પણ છે કે લગ્ન પછી જમાઈ પહેલી હોળી સાસરામાં કરે છે. આમ કરવાથી પત્નીના પિયર સાથે જમાઈના સંબંધ સારા રહે છે.


માન્યતા એવી પણ છે કે જમાઈ પોતાની પત્ની સાથે તેના પિયરમાં હોળી ઉજવે તો લગ્નજીવન સુખમય રહે છે. અન્ય એક કારણ એવું પણ છે કે સાસરામાં પેડલી હોળી ઉજવતી વખતે નવી દુલ્હન સારી રીતે ઉજવણી કરી શકતી નથી. તેથી પહેલો તહેવાર કરવા માટે તેને પિયર મોકલવામાં આવે છે. એક માન્યતા એવી પણ છે કે લગ્ન પછી યુવતી પહેલી હોળી પિયરમાં કરે તો સંતાન ભાગ્ય સારું રહે છે અને તેનું સ્વાસ્થ્ય પણ સુધરે છે.