ઝી બ્યૂરો, અમદાવાદઃ ભગવાન શિવજીનો પાવન મહિનો એટલે શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા લાભકારી માનવામાં આવે છે. આખો શ્રાવણ મહિનો ભક્તો ભક્તિમાં ડુબેલા જોવા મળે છે. એવી માન્યતા પણ છે કે, શ્રાવણ મહિનામાં ભક્તો શિવજીની પૂજા કરે છે તો ભગવાન ખુદ ધરતી પર આવીને તેમની મદદ કરે છે. કુંવારી યુવતી સારો વર મેળવવા અને પરણિત સ્ત્રી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.  તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, મહિલાઓએ શિવલિંગને અડવું અશુભ મનાઈ છે. પણ આવું શા માટે કહેવાય છે તેના કારણોથી હજુ ઘણી મહિલાઓ અજાણ હશે. જેથી ઘણી મહિલાઓ શિવલિંગને સ્પર્શ કરીને પૂજા કરવાની ભૂલ કરે છે. ત્યારે આ માન્યતા પાછળ શું કારણે છે તે જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધાર્મિક માન્યતા અને લોકવાયકા મુજબ એવું કહેવાય છેકે, શિવજીનું તપ ભંગ ન થાય તે માટે મહિલાઓએ શિવજીથી દૂર રહેવું જોઈએ તેવું માનવામાં આવે છે. કેમ કે, ભગવાન શિવ હંમેશા લાંબી તપસ્યામાં લિન હોય છે. ત્યારે તેમની તપસ્યા ભંગ ન થાય તે માટે પૂજા હંમેશા દૂરથી કરવી જોઈએ. આ સાથે કુંવારી યુવતીઓએ ક્યારેય શિવજીની પરિક્રમા ન કરવી જોઈએ. 


સમાજમાં પ્રચલિત દંતકથા અનુસાર, અવિવાહિત યુવતીઓને શિવલિંગની નજીક જવાની મંજૂરી નથી.આ માન્યતાઓ મુજબ, જો કુંવારી યુવતીઓ શિવલિંગની ફરતે ભ્રમણ કરે તો ભગવાન શિવજીની તપસ્યામાં ભંગ થાય છે. અને ભગવાન ક્રોધિત થઈ જાય છે. એક માન્યતા એવી પણ છે કે, યુવતીઓ શિવલિંગની પૂજા કરે તે પાર્વતી માતાને પંસદ નથી. અને કરેલી પૂજાનું ફળ મળતું નથી. 


ભલે કુંવારી યુવતીઓને શિવલિંગને સ્પર્શ કરવાની મનાઈ હોય પણ તેમની પૂજા કરવાની મનાઈ નથી. ખાસ કરીને શ્રાવણ માસમાં શિવજીની પૂજા યુવતીઓ માટે સૌથી લાભદાયી છે. ભગવાન શંકરની પૂજા કરવાથી તેમને પ્રસન્ન થઈને કુંવારી યુવતીઓને સારો વર મળવાના આશીર્વાદ આપે છે. આ સાથે શ્રાવણ મહિનામાં દેવાધિદેવ મહાદેવના આર્ધાંગિની દેવી પાર્વતીની પૂજા પણ ઉપયોગી મનાઈ છે. (નોંધ- આ સમગ્ર આર્ટિકલ જનરલ માહિતી અને સામાન્ય માન્યતાઓ પર આધારિત છે, ઝી 24 કલાક આની પુષ્ટિ કરતું નથી)