Gujarat Temples : સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીનો રંગારંગ પ્રારંભ થઈ‌ ચૂક્યો છે. આજે કૃષ્ણજન્મને વધાવવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ એવી ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણીનો રંગારંગ પ્રારંભ થઈ‌ ચૂક્યો છે. કૃષ્ણજન્મને વધાવવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રણછોડરાયજીના દરબારમાં વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ચૂક્યો છે. આજે ભક્તોએ ભગવાનના દરબારમાં શીશ નમાવી ધન્યતા અનુભવી રહ્યા છે. મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થશે. જગતમંદિર દ્વારકામાં જન્માષ્ટમી એટલે મોટો ઉત્સવ. અહી ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે. ત્યારે તે પહેલા દ્વારકાના શ્રીકૃષ્ણની મૂર્તિના એક રહસ્ય વિશે તમને જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુરાણો પ્રમાણે લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારકા નગરી વસાવી હતી ત્યારે જે સ્થાને તેમનો મહેલ એટલે હરિગૃહ હતો. ત્યાં જ દ્વારકાધીશ મંદિરનું નિર્માણ થયું. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રીકૃષ્ણની શ્યામવર્ણી ચતુર્ભૂજ પ્રતિમા છે. જે ચાંદીના સિંહાસન ઉપર વિરાજમાન છે. તેઓએ પોતાના હાથમાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરેલાં છે. જગત મંદિર દ્વારકા રોજ લાખો ભક્તોથી ભરેલું હોય છે. અહી રોજ લાખો શ્રદ્ધાળુઓ માથુ ટેકવે છે અને દ્વારકાધીશના ચરણ સ્પર્શ કરીને પોતાના ધન્ય અનુભવે છે. પરંતુ જો તમે સાચા કૃષ્ણ ભક્ત હોવ તો એ જરૂર જાણી લો કે, દ્વારકાધીશ મંદિરના શ્રીકૃષ્ણની મૂર્તિની એક ખાસિયત છે જે બહુ ઓછા લોકો જાણે છે. શું તમને ખબર છે કે દ્વારિકાધીશની મૂર્તિની એક આંખ બંધ છે. મૂર્તિની રચના જ એવી છે કે, તેની એક આંખ બંધ છે. ત્યારે આ પાછળ કેટલીક લોકવાયકા છે.


બ્રેક બાદ ગુજરાતમા ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, 10 સપ્ટેમ્બર સુધીની નવી આગાહી આવી ગઈ 


દ્વારકાધીશની મૂર્તિની વિશેષતા 


  • દ્વારિકાધીશની મૂર્તિની એક આંખ બંધ છે

  • દ્વારિકાધીશની મૂર્તિનું કદ લગભગ સવા બે ફૂટ જેટલું છે.

  • ભગવાન દ્વારિકાધીશના બે હાથ ઉપર અને બે હાથ નીચે છે. 

  • દ્વારિકાધીશની મૂર્તિના હસ્તમાં પદ્મ, ગદા, ચક્ર, શંખ ધારણ કરેલા છે.

  • જન્માષ્ટમીએ ભગવાનને 52 ગજની ધ્વજા ચઢે છે

  • દ્વારકાધીશ મંદિર પર મોટું સંકટ આવવાની તૈયારી? તૂટી રહ્યાં છે મંદિરના પથ્થરો


ગુજરાતના કૃષ્ણ મંદિરોમા જન્માષ્ટમી શરૂ : અંબાજીમાં રાતે લાલાને પારણામા ઝુલાવાયા


કઈ આંખ બંધ અને કઈ ખુલ્લી છે 
મંદિરમાં જે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ છે તે અલૌકિક છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે, ભગવાન દ્વારકાધીશની મૂર્તિમાં ભગવાનની જમણી આંખ બંધ છે અને ડાબી અડધી ખૂલવા જઈ રહી છે. આ પાછળ એક લોકવાયકા હોવાનું કહેવાય છે.


એક આંખ બંધ હોવાનું કારણ
ભગવાન દ્વારકાધીશને એક આંખ બંધ વિશે એવી લોકવાયકા છે કે, હુમલાખોર બાદશાહ મોહંમદ શાહ દ્વારકાના પાદર સુધી પહોંચી ગયો હતો, આ સમયે ગૂગળી બ્રાહ્મણોએ તથા અન્ય સમાજના આગેવાનોએ આ મૂર્તિને દ્વારકાધીશ જગતમંદિરથી અડધો કિ.મી. દૂર સિદ્ધનાથ મહાદેવના મંદિરની સામે સાવિત્રી વાવ પાસે રામવાડીમાં છુપાવી હતી અને વિધર્મી યોદ્ધાઓ દ્વારકામાં ઘૂસી ગયા ત્યારે આ મૂર્તિને સાવિત્રી વાવમાં છુપાવાઈ હતી. બેગડાના આક્રમણ દરમિયાન 14 વર્ષ સુધી મંદિર મૂર્તિવિહોણું રહ્યું હતું. દ્વારકામાંથી વિધર્મીઓને હાંકી કાઢ્યા બાદ આ મૂર્તિને ફરીથી જગતમંદિરમાં બિરાજમાન કરાઈ છે. બીજી વાયકા મુજબ આ મૂર્તિ સાવિત્રી વાવમાંથી સ્વયંભૂ ઉત્પન્ન થઈ હતી, પરંતુ હકીકતમાં આ મૂર્તિને ત્યાં સંતાડાઈ હતી અને મૂર્તિ ત્યાંથી અહીં મંદિરમાં લવાઈ ત્યારે એક આંખ બંધ રહી અને બીજી અડધી જ ખુલ્લી રહી એવી લોકવાયકા છે.


આજે જન્માષ્ટમીએ ડાકોર અને દ્વારકા મંદિર જવાના હોય તો દર્શનનો આ સમય જાણીને નીકળજો