જ્યોતિષી ચેતન પટેલ, કર્ક રાશિફળ : વિક્રમ સંવત ૨૦૮૧ના વર્ષની શરૂઆતમાં કર્ક નો  ગુરુ તમારી રાશિ થી અગિયાર માં લાભ ભાવ માં ભ્રમણ કરશે  જે વેપાર ધંધા નોકરી માં આર્થિક રીતે લાભદાયી નીવડે પ્રગતિ કરાવે સામાજિક પ્રતિષ્ઠા વધતી જણાય. કૌટુંબ્લિક માત મોભો વધતો જણાય. ૧૪-૫-૨૦૨૫ બાદ ગુરૂ  મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કરતા તમારી રાશિ થી બારમા વ્યય ભાવે આવશે. આ બારમે ગુરુ  કષ્ટ વ્યાધિ અને પીડા આપે, શારીરિક તકલીફો વધતી જાય. ભાગ્યમાં અડચણો આવે  રુકાવટો ઉભી થાય.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષની શરૂઆતમાં કુંભ નો  શનિ  તમારી રાશિ થી આઠમા સ્થાનમાં ભ્રમણ કરશે જે કષ્ટ પીડા અને શારીરિક નાની મોટી તકલીફો આપે. પડવા-વાગવા ના યોગ બને આકસ્મિક જવાબદારીઓ તમારી પરેશાની વધારે. સતત પ્રયત્નશીલ ઓવા છતાં તમે યોગ્ય ફળ ન  મળે નુકશાની વધે  દગો ફટકો થાય. યાત્રા પ્રવાસ  કષ્ટદાથી નીવડે. સંયમ પૂર્વક સમય પસાર કરવો. 


તા ૨૯-૩-૨૦૨૫થી શનિ  મીન નો થતાં તમારી રાશિ થી નવમા  ભાગ્યભાવે રહેશે  જે ભાગ્યવૃદ્ધિમાં   વિલંબ કરાવે નાણાંકીય અવરોધો ઊભા થાય. નોકરિયાત વર્ગને ઉપરી વર્ગ સાથે અણબનાવ બને નહીં તેની કાળજી રાખવી. 


સ્ત્રીઓ માટે : આ વર્ષ મિશ્ર ફળદાથી ગણાય, આંતરિક - કૌટુંબિક તેમજ આર્થિક અનેક સમસ્યાઓ ઉદભવે. સંતાન સાથે  મતભેદો  ઉભા થઇ શકે .


વિદ્યાર્થીઓ માટે : આ વર્ષ થોડું કઠિન કહી શકાય  સારા પરિણામ  માટે તમારે કઠોર પરિશ્રમ કરવાની જરૂર જણાય, વિદેશ જવા માં વિલંબ થઈ શકે  .