Tourist Places In Gir: હાલ ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. આવામાં ભક્તો માતાજીના મંદિરોના દર્શન કરે છે. ગુજરાતમાં અનોખા મંદિર આવેલા છે, જ્યાં ચૈત્રી નવરાત્રિએ બારેમાસ ભીડ રહેતી હોય છે. આવામાં ગીર જંગલની વચ્ચોવચ આવેલું કનકાઈ માતાનું મંદિર શક્તિની આરાધનાનું કેન્દ્ર છે. આ મંદિર શક્તિપૂજાનું અનોખું સ્થળ છે. જ્યાં ચારેબાજુ હરિળાળી છવાયેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મંદિર ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે, જ્યાં પરમિશન લઈને જવા મળે છે. જામવાળા ચેકપોષ્ટ, અમરેલીથી આવતા સાપનેસ ચેકપોષ્ટ અને વિસાવદરથી આવતા મેલડીઆઈ ચેકપોષ્ટ પરથી વન વિભાગની પરમીટ મેળવી જંગલનો રસ્તો કાપી આવી શકાય છે. જોકે, આ મંદિરની અન્ય ખાસિયત એ પણ છે કે અહીં બારેમાસ સિંહો આવતા હોય છે, તેથી જો તમને અહી દર્શને આવતા સિંહો દેખાઈ જાય તો નવાઈ નહિ.


પપ્પાએ કરી પપ્પી એટલે અભિષેકનું થયું બ્રેકઅપ, નહીંતર ઐશ નહી આ હોત અભિષેકની પત્ની
આ મંદિરમાં ઉંદરનો એંઠો પ્રસાદ ખાય છે લોકો, મંદિરમાં ફરવા માટે અલગ-અલગ નિયમ
જો..જો..તમે સવારે નાસ્તો ન કરતા હોય તો સુધારી જજો, શરીરને થશે આ નુક્સાન
Pressure Points: બંધ નાકના દરવાજા ખોલી દેશે આ 3 પોઈન્ટ, Vicks Vaporub પણ થઇ જશે ફેલ


કનકાઈ માતાનું મંદિર જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ગીર જંગલની વચ્ચોવચ આવેલું છે. આ મંદિર જંગલની વચ્ચોવચ આવેલું હોવાથી અહી તમને હિંસક પ્રાણીઓ આરામથી ફરવા જોવા મળી શકે છે. આ મંદિરનો ઈતિહાસ જાજરમાન છે. કહેવાય છે કે, આ આખી નગર સોનાની હતી. ઈસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાનાં પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઇ ગયો. તેણે ક્નકાઈ (કનકાવટી) નગરીની સ્થાપના કરી હતી. મા કનકાઈને આ નગરીનાં અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યા હતાં. અહી એટલુ સોનું હતું કે તેનો ઈતિહાસમા ઉલ્લેખ કરાયેલો છે. કહેવાય છે કે, આ નગરીમાં ક્યારેય દુકાળ નથી પડ્યો. 


પતિએ મોતને વ્હાલું કર્યું પણ પત્ની ના હારી, 7000 કરોડનું દેવું... CCD ને બચાવી
ચટણી તો ખૂબ ખાધી પણ ઉંઘતા પહેલાં પીવો આ ખાસ ચા, શરીર માટે છે ફાયદાકારક


નવરાત્રિના દિવસોમાં આ મંદિરનું અનેરું મહત્વ હોય છે. કનકાઈ મંદીરનો સૌપ્રથમ જીર્ણોધાર સંવત 1864માં કરવામાં આવ્યો હતો. આ જીર્ણોધાર કોણે કરાવ્યો તેની ખાસ કાંઈ માહિતી નથી. ત્યાર બાદ લગભગ 142 વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો. 


દરિદ્રતા પીછો ન છોડતી હોય, મહેનત કરવા છતાં મળે છે અસફળતા, અજમાવો આ ટુકડાનો ટોટકો
મોટા થઇને શું કાંદા કાઢશે તમારી 'ટીની' અને 'ટપ્પુડો',  જન્મ તારીખના આધારે જાણો


કેવી રીતે જઈ શકાય
આ મંદિર તુલસીશ્યામથી 22 કિમી દૂર જંગલમાં આવેલું છે. કનકાઈ સાસણથી 24,વિસાવદર 32,જામવાળાથી 27, ઉનાથી 72 અને અમરેલી 75 કિલોમીટર દુર મધ્ય ગીરમાં આવેલુ છે. નજીકનું રેલવે સ્ટેશન સોમનાથ અને એરપોર્ટ દિવનું છે. વરસાદની ઋતુમાં વાહન વ્યવહાર નહિવત થઇ જાય છે. તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવુ પડે છે. કારણકે જંગલ ખાતાની ચેક પોસ્ટથી સાંજનાં 5 વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે ગિરનું આ જંગલ એશિયાટિક સિંહોનું રહેઠાણ છે.


આવી રહ્યો છે આ બેંકનો IPO, ફક્ત 25 રૂપિયામાં મળી રહ્યા છે શેર, લગાવી શકો છો રૂપિયા
VIDEO: શું તમે ક્યારેય ઉંદરને ભગવાનની ભક્તિ કરતો જોયો છે? આરતી સમયે વગાડે છે તાળી
Hyundai Exter થઇ ગઇ લોન્ચ, કિંમત 6 લાખથી ઓછી, 5 તસવીરોમાં જુઓ ફીચર્સ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube