Shani Upay: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે કરેલા કેટલાક અપાય વ્યક્તિને શનિની સાડાસાતિ, પનોતી અને મહાદશાના અશુભ પ્રભાવથી બચાવી શકે છે. તો ચાલો તમને આજે જણાવીએ એવા ઉપાયો વિશે જે શનિના અશુભ પ્રભાવોથી તમને બચાવી શકે છે. શનિદેવ ન્યાયના દેવતા છે તે વ્યક્તિને તેના સારા અને ખરાબ કર્મ અનુસાર ફળ આપે છે. જે વ્યક્તિના કર્મ સારા હોય છે તેમને શુભ ફળ મળે છે અને જેના કર્મ ખરાબ હોય છે તેમને શનિદેવ દંડ આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


મીન રાશિમાં સૂર્યનું ગોચર, મિથુન સહિત આ રાશિના લોકોને હવે દરેક જગ્યાએથી મળશે લાભ


20 એપ્રિલે થશે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, આ 3 રાશિના લોકોનું ચમકી જશે ભાગ્ય


22 એપ્રિલે બની રહ્યો છે અશુભ યોગ, ગુરુ ચાંન્ડાલ યુતિથી આવા જાતકો રહે સતર્ક


- જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિની દશાથી મુક્તિ મેળવવા માટે સૌથી સરળ ઉપાય છે હનુમાનજીની ઉપાસના. જે લોકો હનુમાનજીની પૂજા કરે છે તેમને શનિદેવ પરેશાન કરતા નથી. તેથી શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીને સિંદુર, ચોલા અને પ્રસાદ ચડાવવાનું રાખો.


- કહેવાય છે કે શિવ પૂજા કરવાથી પણ શનિનો દુષ્પ્રભાવ ઘટે છે. જે લોકોના જીવનમાં શનિદેવના કારણે સમસ્યા ચાલતી હોય તેમણે નિયમિત રીતે શિવજીની પૂજા કરવી જોઈએ. શિવજીનો અભિષેક કરવાની સાથે શિવ તાંડવ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. શિવજીની કૃપા જેના પર હોય છે તેને શનિદેવ અને રાહુ તેમજ કેતુ પણ ક્યારેય નુકસાન પહોંચાડતા નથી. તેથી નિયમિત રીતે શિવજીનો જલાભિષેક કરવો જોઈએ. આ ઉપાય કરવાથી પણ જીવનમાં ક્યારેય કષ્ટ આવતા નથી.


- શનિદેવને પ્રસન્ન રાખવા માટે શનિવારના દિવસે શનિ સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ. શનિવારે જૂતા છત્રી, ધાબડા, સરસવનું તેલ, લોઢું વગેરે દાન કરવાથી શનિદેવ પ્રસન્ન રહે છે.