હૈદરાબાદઃ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 118 રનોથી હારને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની ટીમની સૌથી ખરાબ હારમાંથી એક ગણાવી છે. જોની બેયરસ્ટો અને ડેવિડ વોર્નરની દમદાર સદીની મદદથી હૈદરાબાદે બેંગલુરને 118 રનથી કારમો પરાજય આપ્યો હતો. ઈંગ્લિશમેન બેયરસ્ટોએ માત્ર 56 બોલ પર 114 રન બનાવ્યા તો વોર્નરે 55 બોલમાં 100 રન ફટકાર્યા હતા. બંન્નેએ પ્રથમ વિકેટ માટે 185 રન જોડ્યા હતા. હૈદરાબાદે 20 ઓવરમાં 2 વિકેટ પર 231 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં બેંગલોરની ટીમ 113 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ત્રણ મેચોમાં આરસીબીની ત્રીજી હાર છે. કોહલીએ મેચ બાદ કહ્યું, 'આ અમારી ખરાબ હારમાં સામેલ છે.' આ મેચમાં અમારા માટે બધુ ખરાબ રહ્યું, પ્રથમ બોલથી અંતિમ બોલ સુધી બધુ અમારા માટે અયોગ્ય રહ્યું છે. હૈદરાબાદે રમતના તમામ વિભાગમાં અમને હાર આપી. તે એક સારી ટીમ છે. તે ગત સિઝનમાં ફાઇનલમાં પહોંચ્યો અને તે પહેલા ચેમ્પિયન બન્યા હતા. 


કોહલીએ બેયરસ્ટો અને વોર્નર વિશે કહ્યું કે, તેની ધમાકેદાર ઓપનિંગ ભાગીદારીએ મેચ છીનવી લીધો હતો. કોહલીએ કહ્યું, વોર્નર અને બેયરસ્ટોને શ્રેય જાય છે. અમારે કંઇક અલગ કરવાની જરૂર હતી. અમે બોલની ગતી ધીમી કરી શકતા હતા. પંરતુ જ્યારે બંન્ને જામી ગયા ત્યારબાદ બંન્નેને રોકવા મુશ્કેલ હતા. કંઇક વસ્તુ તમારા પક્ષમાં જવી જરૂરી હોય છે. કેટલાક શોટ ખેલાડીઓ વચ્ચે પડ્યા. સનરાઇઝર્સ વિશે તેણે કહ્યું કે, હૈદરાબાદની રમત આજે સારી હતી. તે જીતના હકદાર હતા. 


કોહલી આજે ત્રીજા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો. આ વિશે તેણે કહ્યું કે, તેણે ઈનિંગની શરૂઆત વિશે વિચાર્યું પરંતુ બાદમાં મધ્યમક્રમને મજબૂતી આપવા માટે આમ ન કર્યું. તેણે કહ્યું, અમે શરૂઆતમાં વિચાર્યું હતું કે, ઈનિંગનો પ્રારંભ કરુ. મેં પહેલા પણ આમ કર્યું છે પરંતુ મારા ત્રીજા નંહર પર ઉતરવાથી ટીમને બેલેન્સ મળે છે. અમારા ખેલાડીઓએ આગળ સારૂ પ્રદર્શન કરવું પડશે. હજુ 11 મેચ બાકી છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર