ભુવનેશ્વરઃ 14માં હોકી વર્લ્ડ કપ બુધવાર (28 નવેમ્બર)થી શરૂ થઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ ઓડિશાની રાજધાની  ભુવનેશ્વરમાં રમાશે. 16 ટીમોને ચાર-ચારના ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારત સી ગ્રુપમાં છે. ભારતીય ટીમનો  પ્રથમ મેચ 28 નવેમ્બરે સાઉથ આફ્રિકામાં રમઆશે. જાણો આ ટૂર્નામેન્ટ વિશે ખાસ વાતો.... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વકપમાં આ પ્રથમવાર છે જ્યારે ક્રોસઓવર મેચ રમાઇ રહી છે. દરેક પૂલમાં ટોપ પર રહેનારી ટીમ ક્વાર્ટર  ફાઇનલમાં જગ્યા બનાવશે અને છેલ્લા સ્થાને રહેલ ટીમ બહાર થઈ જશે. 


1. ભારતે માત્ર એકવાર વિશ્વકપ જીત્યો છે. 1975માં અંતિમવાર ભારતીય ટીમ વિશ્વકપ જીતી હતી. 43 વર્ષ  પહેલા ભારતે ફાઇનલમાં મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. 


2. વિશ્વકપમાં આ પ્રથમવાર છે જ્યારે ક્રોસઓવર મેચ રમાઇ રહી છે. દરેક ગ્રુપમાં ટોપ પર રહેનારી ટીમ ક્વાર્ટર  ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી લેશે જ્યારે અંતિમ સ્થાને રહેલી ટીમ બહાર થઈ જશે. ત્યારબાદ બીજા અને ત્રીજા  સ્થાન પર રહેનારી ટીમોમાં ક્રોસઓવર મેચ રમાશે. તેનાથી નક્કી થશે કે ક્વાર્ટર ફાઇનલમાં કઈ ટીમ કોની સામે  ટકરાશે. 


3. આ ત્રીજીવકત છે જ્યારે ભારતમાં હોકી વિશ્વકપનું આયોજન થઈ રહ્યું છે. ટૂર્નામેન્ટનો પ્રથમ મેચ આજે  ભુવનેશ્વરમાં રમાશે. આ પહેલા 1982 અને 2010માં પણ હોકી વિશ્વકપની યજમાની ભારતે કરી હતી. 


4. શ્રીજેશ જે ભારતીય ટીમનો ગોલકીપર છે આ તેનો ત્રીજો વિશ્વકપ છે. 30 વર્ષીય શ્રીજેશ ભારતનો સોથી મોટી  ઉંમરનો ખેલાડી છે. 

hockey world cupનો આજથી પ્રારંભ, 43 વર્ષ બાદ વર્લ્ડ કપમાં મેડલ જીતવાની આશા સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા


 


  • સૌથી વધુ વિશ્વકપ ટાઇટલ - પાકિસ્તાન ચાર વખત (1971, 78, 82, 64)

  • સૌથી વધુ જીત -  64 ઓસ્ટ્રેલિયા

  • સૌથી વધુ ગોલ (ટીમ) - 276 ઓસ્ટ્રેલિયા

  • સૌથી વધુ ગોલ (ખેલાડી) - 26, પોલ લિટજંસ, નેધરલેન્ડ, તેણે ચાર વિશ્વકપમાં ભાગ લીધો હતો. 

  • સૌથી વધુ મેચ (ખેલાડી) - 6, ટાઇ ક્રૂઝ, નેધરલેન્ડ (1971, 73, 75, 78, 82 અને 86)

  • સૌથી મોટી જીત - 12-0, ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને હરાવ્યું. નવી દિલ્હી 2010 

  • ટીમ દ્વારા સૌથી વધુ ગોલ (એક ટૂર્નામેન્ટ) - 38, પાકિસ્તાન, મુંબઈ 1982

  • સૌથી ઝડપી ગોલ - 11 સેકન્ડમાં, ન્યૂઝીલેન્ડના સ્ટીવ એડવર્ડના નામે. વિરુદ્ધ સાઉથ કોરિયા (2014માં)

  • એક મેચમાં સૌથી વધુ ગોલ - 5 ટેકો વેન ડેન હોનર્ટ (નેધરલેન્ડ વિરુદ્ધ બેલ્જિયમ, 1994), ટીક ટેકેમા (નેધરલેન્ડ  વિરુદ્ધ ભારત, 2006)

  • એક ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ - 15, પોલ લિટજંસ, નેધરલેન્ડ, 1978

  • સૌથી વધુ ગોલ્ડ મેડલ (ખેલાડી) - 3 અખ્તર રસૂલ, પાકિસ્તાન (1971, 78, 82)

  • ખેલાડી અને કોચના રૂપમાં વર્લ્ડ કપ - રિક ચાર્લ્સવર્થ (1986) અને બે વાર કોચના રૂપમાં 2010 દિલ્હી અને  2014માં હેગ્યૂમાં (ત્રણેય ઓસ્ટ્રેલિયા)



5. આ ચાર ક્વાર્ટરના નિયમની સાથે રમાનારો પ્રથમ વિશ્વ કપ છે. દરેક ક્વાર્ટર 15 મિનિટનો હશે આ સિવાય  દરેક પેનલ્ટી કોર્નર મળવા અને ગોલ થયા બાદ 40 સેકન્ડનો ટાઇમ-આઉટ પણ આપવામાં આવશે. 


6. પાકિસ્તાન વિશ્વકપમાં સૌથી સફળ ટીમ રહી છે. તેણે આ ટૂર્નામેન્ટ ચાર વખત- 1971, 1978, 1982 અને  1994માં વિશ્વકપ જીત્યો છે. 


7. માત્ર ચાર ટીમ એવી છે જેણે ગત વિશ્વકપમાં ભાગ લીધો હતો. આ ટીમો છે - ભારત, જર્મની, ઓસ્ટ્રેલિયા અને  સ્પેન. 

hockey world cup 2018: આજે ભારત vs સાઉથ આફ્રિકા અને બેલ્જિયમ vs કેનેડા વચ્ચે ટક્કર


8. ભારતની વિશ્વ રેન્કિંગ 5 છે. તે ગ્રુપ સીમાં બેલ્જિયમ (ત્રીજા) બાદ સર્વશ્રેષ્ઠ રેન્કિંગ ટીમ છે. આ સિવાય કેનેડા  11માં અને સાઉથ આફ્રિકા 15માં સ્થાન પર છે. 


9. ગત વિશ્વકપમાં ભારત 9માં સ્થાન પર રહ્યું હતું. 2014ની એડિશન નેધરલેન્ડમાં યોજાઈ હતી જેમાં 12 ટીમોએ  ભાગ લીધો હતો. 


10. વર્લ્ડ કપ 2012 બાદ પ્રથમ તક છે જ્યારે વિશ્વકપમાં 16 ટીમો ભાગ લઈ રહી છે. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાં  સર્વશ્રેષ્ઠ રેન્કિંગની ટીમ છે તો ફ્રાન્સની ટીમ (20) સૌથી નીચલા ક્રમની ટીમ છે. 


11. ચીનની રેન્કિંગ 17મી છે અને તે આ વર્ષે વર્લ્ડ કપમાં પર્દાપણ કરી રહ્યું છે. 


12. 19 વર્ષનો દિલપ્રીત સિંહ ભારતનો સૌથી યુવા સ્ટ્રાઇકર છે. 

હોકી વિશ્વકપ 2018- જાણો સંપૂર્ણ કાર્યક્રમ


13. ભારતીય ટીમની સરેરાશ ઉંમર 22 વર્ષ છે. તેમાં 2016ના જૂનિયર વર્લ્ડ કપ જીતનારી ટીમના સાત ખેલાડી  સામેલ છે. 


14. આ વર્ષે 19 દિવસ ચાલનારા આ ટૂર્નામેન્ટમાં 36 મેચ રમાશે.